Abtak Media Google News

પત્ની રિસામણે જતા ઝેરી દવા ગટગટાવી ગળાફાંસો પણ ખાધો: હાલત ગંભીર

મોરબી તાલુકાના લીલીયા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ ઝેરી દવા ગટગટાવીને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં પત્ની રીસામણે જતી રહેતા પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લીલીયા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મનસુખભાઈ ઉર્ફે લાલો મોતીભાઈ પરમાર નામના ૩૫ વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે ઘટનાની જાણ થતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મનસુખ ઉર્ફે લાલો અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની એક સપ્તાહ પેલા રિસામણે ચાલી ગઈ હતી. જેનું મનદુઃખ થતા પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.