Abtak Media Google News

મોરબીના મહેન્દ્ર નગર ગામે નજીવી બાબતે યુવકે મહિલા પાસે લાકડી સાથે ધસી જઈને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

બનાવની વિગત મુજબ મોરબીના મહેન્દ્ર નગર ગામે રહેતા ફરીયાદી લીલા બેન ઈશ્વરભાઈ ચાડમિયા ગત પરમ દિવસે રાત્રીના સમયે પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા ત્યારે ત્યાં જ રહેતો ઇસમ આશિષ ધીરુભાઈ વીરડા પોતાની સફેદ કલરની ગાડી લઈને ત્યાં આવ્યો હતો અને ગાડી ઊભી રાખી ફરીયાદી મહિલાને કહેલ કે “દસ દિવસ પેહલા હું ગાડી લઈને નીકળેલ ત્યારે મારી વાતું કેમ કરતા હતા તેમ કહી ફરીયાદી મહિલાને ગાળો આપી ગાડીની ડેકી માંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.