Abtak Media Google News

આવતીકાલે બોર્ડ મિટિંગ પહેલા પત્રકાર પરિષદ યોજી સ્ફોટક વિગતો જાહેર કરશે ઉપપ્રમુખ અનિલ મહેતા

મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે ૨૭મીએ બોર્ડ મિટિંગમાં મતદાન થવાનું છે ત્યારે આ મામલે ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, પાલિકાના ચાલતો ભ્રષ્ટાચાર રોકવા પ્રયાસ કરતા મને સતા પરથી દૂર કરવા કાવતરુ રચાયું છે.

અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ સતા સ્થાને ટકી રહેવા વિશ્ર્વાસનો મત મેળવી શકતો કે કેમ તે અંગે ‘અબતક’એ કેટલા સવાલનો જવાબ આપતા ઉપપ્રમુખ અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, હું તડ જોડમાં માનતો નથી જે કઈ થશે એ સારા માટે થશે.

વધુમાં અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, નગવરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ભ્રષ્ટાચાર રોકવા મેં કરેલા પ્રયાસો કેટલાક લોકોને ગમ્યા નથી. આથી જ મારા વિરુઘ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. મૂળ ભાજપ અને ભાજપના સીમ્બોલ પર ચુંટણી જીતેલા અનિલભાઈ મહેતા કોંગ્રેસી સભ્યોના ટેકાથી ઉપપ્રમુખપદે બિરાજયા છે. તેમની નિમણુકમાં જ રાજકીય ડખ્ખાના મૂળ રોપાયા હતા. કારણકે વિકાસ સમિતિ દ્વારા ભાજપના ભરતભાઈ જાળીયાને ઉપપ્રમુખપદે બેસાડવા શહેર ભાજપે મેન્ડેડ આપ્યો હતો પરંતુ અનિલભાઈએ કોંગ્રેસી સભ્યોના ટેકાથી ઉપપ્રમુખપદ મેળવી લીધું આ બાબતે તેમણે ઉમેર્યું કે પાર્ટીના લોકોએ વચન ન પાળ્યુ મારા થકી રાજીનામું આપી ઘેર આપતા મારે ઉપપ્રમુખપદે બેસવુ પડયું.

દરમિયાન આવતીકાલે મળનાર બોર્ડ બેઠકમાં તમે વિશ્ર્વાસનો મત મેળવી શકશો કે કેમ તે અંગેના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે હું તડ જોડમાં નથી એ વાત ફરી દોહરાવું છું અને સમય સમયનું કામ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે અવિશ્ર્વાસની દરખાસ્ત પર ૨૭મીએ બોર્ડ મીટીંગમાં થનાર મતદાન પૂર્વે તેઓ સવારે ૯ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્ફોટક વિગતો જાહેર કરનાર હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.