Abtak Media Google News

મોરબી પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં દરોડા પાડ્યાં 

Screenshot 11 2

મોરબી પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં દરોડો પાડી સંચાલક સહીત ત્રણની અટકાયત બાબતે એસ.પી દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી .

Screenshot 14 1

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવ્યું હતું કે મોરબીના લખધીર પુર રોડ પર આવેલ ટોક્યો સ્પામાં મોરબી પોલીસની હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે રેઈડ કરી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડી સ્પાનાં માલિક સહીત ત્રણને ઝડપી પાડયા હતા, તથા ભોગ બનનાર ત્રણ મહિલાઓને ત્યાંથી છોડાવી હતી.

Screenshot 13 2

વધુમાં ધારાસભ્ય દ્વારા વિડિઓ સંદેશમાં કહેવામાં આવેલ મુજબ મોરબીમાં ૯૦ જેટલા સ્પા આવેલા છે . જીલ્લા પોલીસની એલસીબી એસઓજી, સર્વેલન્સ સ્ટાફની બધી ટીમો આ બધી બાબતો ઉપર ચાંપતી નજર રાખે છે તેમજ આ પહેલા પણ આશરે બે મહિના પહેલા પણ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું તેમાં પણ સંચાલક સહીત બે શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે મોરબી જીલ્લા પોલીસ આ બાબતે હંમેશ સક્રિય છે.

ઋષિ મેહતા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.