Abtak Media Google News

મોરબીમાં સમયસર એસ.ટી. બસો આવતી – જતી નહીં હોવાથી વેઠવી પડતી હેરાનગતિથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે બસ સ્ટેશનમાં ચક્કાજામ સર્જી દેતાં અફડા – તફડી મચી ગઇ હતી. જો કે, પોલીસે દોડી આવીને થોડી સમજાવટ સાથે વિદ્યાર્થીઓને ડરાવી – ધમકાવી મામલો થાળે પાડી દીધો હતો.

Advertisement

ટંકારા તાલુકાનાં હડમતીયા, વીરપર પંથકમાંથી ૭૦ થી ૮૦ વિદ્યાર્થીઓ નિયમિત અપડાઉન કરે છે. તેવી જ રીતે હળવદની બસોમાં પણ અનિયમિતતા જોવા મળે છે. આજે ટંકારાના હડમતીયા, વીરપર પંથકનાં વિદ્યાર્થીઓએ એસ.ટી. બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો.

આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કેટલાક સમય સુધી બસો રોકી રાખતા પોલીસને બોલાવવામાં આવી હતી અને ટોળું વિખેરીને બસને આગળ જવા દેવાઇ હતી. જો કે, છાત્રોનાં છાશવારે થતાં આંદોલનમાંથી એસ.ટી. તંત્ર કંઇ શીખવાનાં બદલે માત્ર ઠાલા વચનો જ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.