Abtak Media Google News
  • બ્રિજ શરૂ કરવાની મંજુરી અપાય ન હતી તો કોના કહેવાથી શરૂ કરાયો: સીટનો રિપોર્ટ રજુ કરવા હુકમ
  • રાજયના તમામ બ્રિજના સર્વે કરી 10 દિમાં રિપોર્ટ કરવા આદે

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. જે કરુણ ઘટનાન કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં  રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. આ ઉપરાંત હાઈકોર્ટે  બ્રિજ દુર્ઘટનાને ગંભીરતાથી લઈને    તમામ બ્રિજના સર્વેના રિપોર્ટને 10 દિવસમાં રજૂ કરવાનો આદેશ  આપ્યો છે.

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને  મોરબી નગરપાલિકા તરફથી દેવાંગ વ્યાસ હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી. બ્રિજ માર્ચ 2022માં બંધ કરાયો તે પહેલા શું કર્યુ?.   દલીલમાં વકીલ વ્યાસે જણાવ્યું હતું કે, કોઈએ બ્રિજ ચલાવવાની મંજૂરી આપી નહોતી. જેના પર પ્રતિક્રિયા આપતા હાઈકોર્ટે કહ્યું હતું કે,  તો તમે એને અટકાવવા માટે કશું જ ન કર્યુ, નિષ્ક્રીયતા શા માટે દાખવી? વધુમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, જઈંઝનો કોઈ રિપોર્ટ આવ્યો હોય તો સીલ બંધ કવરમાં રજૂ કરો. બ્રિજ સાથે સંકડાયેલી તમામ ફાઈલો કોર્ટમાં રજૂ કરો. વળતર અંગનો રિપોર્ટ  રજૂ કરવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન ગુજરાત માનવાધિકાર આયોગે પીડિતોને આપવામાં આવેલા વળતર અંગેનો વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યું છે. તે અંગે હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, મૃતકો અને ઈજાગ્રસ્તના પરિવારને આપવામાં આવેલું વળતર ઓછું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને 50 હજાર અને મૃતકોના પરિવારજનોને આપવામાં આવેલું 4 લાખ વળતર ઓછું છે.

’રાજ્ય સરકાર નવું એફિડેવિટ ફાઈલ કરે, જેથી વળતર વધારી શકાય. જ્યારે બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ અને કંટ્રોલ કરતા અધિકારી તમામ બ્રિજની ખાતરી કરે અને રાજ્યમાં જેટલા બ્રિજ છે, તેનો સર્વે કરીને તેનો રિપોર્ટ 10 દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે. પોલીસ ફરિયાદ ઉઠતાં આ પુલની જવાબદારી સાંભળતી ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવતા મેનેજર સહીત 9 આરોપીઓને પોલીસે ઝડપી લિધા હતા. જેમાં જેલ હવાલે રહેલા 8 આરોપીઓની જમીન અરજી  કરી હતી. તેમાં કેસની ગંભીરતાને ધ્યાને લઇને મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટે  આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.