Abtak Media Google News

બાઈક કેમ  છોટા હાથી સાથે અથડાવી તેમ કહી હુમલો કર્યો

મોરબીમાં એક ભાઈએ કરેલ ગુનાની સજા બીજા ભાઈને મળી હતી. જેમાં એક ઈસમે તારા ભાઈએ મારા મોટરસાઇકલ સાથે કેમ છોટાહાથી અથડાવેલ તેમ કહી યુવકને છરીના ઘા ઝીંકી દેતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબીના ઉમીયા પાર્ક અંદર શીવમ પાર્ક સોસાયટી વાવડી રોડ ખાતે રહેતો દિનેશભાઇ મલાભાઇ નકુમ નામનો યુવક વાવડી રોડ બાપાસીતારામની મઢુલી સામે નાસ્તો લેવા ગયેલ ત્યારે લાભુભાઇ મેઘાભાઇ ગઢવી (રહે.કારીયા સોસાયટી વાવડીરોડ મોરબી)એ ફરિયાદીને કહેલ કે, તારા ભાઇ જયચંદે મારા મોટરસાઇકલ સાથે કેમ છોટાહાથી અથડાવેલ તેમ કહી, તે બાબતનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી છરી વડે ડાબા પગના સાથળના ભાગે તેમજ પેટના ભાગે ડાબી તરફ ઇજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.