Abtak Media Google News

બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારિયાએ તાલીમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના કહેર સામે લડી રહ્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાનુ વ્યવસાયિક સંગઠન રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર્સ દ્વારા વિશ્વના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબિબો માટે તાલીમનુ આયોજન કરવામા આવી રહ્યુ છે બીજી બાજુ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ઇફતશભત જ્ઞર ઈઘટઈંઉ-૧૯ નામનો તાલીમ કાર્યક્રમ શરૂ કરવા મા આવ્યો છે. આ બંને તાલીમ કાર્યક્રમના અંતે તબિબો માટે ઓનલાઈન પરિક્ષાનુ આયોજન કરવામા આવે છે, જે તબિબો દ્વારા સફળતાપૂર્વક પરિક્ષા પાસ કરવામા આવે તેને સર્ટીફિકેટ એનાયત કરવામા આવે છે.

આ બંને તાલિમ કાર્યક્રમમા મોરબીમાંથી સૌપ્રથમ બાળરોગના નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલ વાળા ડો.મનિષ સનારીયાએ ભાગ લીધો હતો જેમા કોરોના વાઈરસ અંગેની વિવિધ બાબતો જેવી કે વાઈરસ અંગેની માન્યતાઓ તથા હકીકતો, વાઈરસનો ફેલાવો કઈ રીતે થાય છે, વાઈરસને ફેલાતો કઈ રીતે અટકાવી શકાય, વાઈરસ અંગે આરોગ્ય વિષયક પગલા, વાઈરસથી બચવા ક્યા ક્યા સાવચેતીના પગલા લેવા, ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાથી બચવા કઈ સાવચેતી રાખવી, નવજાત શિશુને કઈ રીતે રક્ષણ આપવુ, નાના બાળકોને કોરોના વાઈરસ થી કઈ રીતે દુર રાખવા, હોમ કોરન્ટાઈન બાબતે આરોગ્યલક્ષી શિક્ષણ, પી.પી. ઈ., કોરોનાના દર્દી ની સારવાર કઈ રીતે કરવી,  કોવિડ-૧૯ સાથે જોડાયેલ સામાજીક અસહમતી, કોરોના દરમિયાન સ્ટ્રેસ મેનેજમેન્ટ સહીતની વિવિધ બાબતો અંગે તાલીમ આપવામા આવી હતી.

મોરબીના તબિબે આ બંને તાલીમ પૂર્ણ કરી ઓનલાઈન પરિક્ષા સફળતાપૂર્વક ઉતિર્ણ કરી હતી. જે બદલ રોયલ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય- ભારત સરકાર દ્વારા સર્ટિફીકેટ એનાયત કરવામા આવ્યુ હતુ. મોરબીના તબિબ ડો. મનિષ સનારીયાએ મોરબીમાંથી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીયકક્ષાની તાલીમ મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.