Abtak Media Google News

ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયાએ 11,11,111ની રકમ મેડિકલ સારવાર માટે આપવાની જાહેરાત કરી 

મોરબી જીલ્લામાં કોરોનાનાં કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ લોકોની સેવા માટે આગળ આવી રહી છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા જરુરિયાતમંદ પરિવારની વ્હારે આવી મોરબીમાં સર્વ સમાજનાં જરૂરીયાતમંદ પરિવાર માટે રૂ.11,11,111 રૂપિયાનું દાન કરવા નિર્ણય લીધો છે. જેમાં મોરબીમાં કોઈપણ દર્દીને દવા, સીટી સ્કેન કરાવવાની જરૂર હશે, અન્ય કોઈપણ હોસ્પીટલને લગતાં કામમાં જરૂરિયાતમંદ પરિવાર માટે પોતે જાહેર કરેલ રકમ ફાળવશે તેવું પંકજભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું.  આ તકે પંકજભાઈ રાણસરીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ મોરબીમાં વધતા જતાં કેસને પગલે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મુશ્કેલી અનુભવવી પડી રહી છે ત્યારે સર્વ સમાજના જરૂરિયાતમંદ પરિવારના કોઈપણ વ્યક્તિ હોસ્પીટલમાં દાખલ હોય તેમના ખર્ચમાં મારી ટીમ રકમનું બિલ ભરી આપશે. તેમજ દવાનું બીલ વ્હોટસએપ કરી આપશે તો તેમને પણ મારી ટીમ દવા પહોચાડી આપશે. સાથે મોરબીમાંથી અન્ય જગ્યાએ સારવાર માટે જવા માટે એમ્બ્યુલન્સ નક્કી કરેલ હોય એના માટે એમ્બ્યુલન્સ ખર્ચ પણ અમે ઉઠાવીશું.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં દર વર્ષે ઉમીયા પરિવાર દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયા બે વર્ષથી માતાજીની આરતી ઉતારતા આવ્યા છે અને સતત ત્રીજા વર્ષે દિકરીનો જન્મ થાય તો આરતીનો લાભ લેવા નિરધાર કર્યો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને નવરાત્રી ન થઈ શકી હોય પંકજભાઈ રાણસરીયા દિકરીનો જન્મ થતાં નવરાત્રિની આરતી માટે અપાતી રકમ હવે જરૂરિયાતમંદ પરિવાર માટે આપવાનો ઉમદા નિર્ણય કર્યો છે. વધુ માહિતી માટે પંકજભાઈ રાણસરીયાનો (મો.9725555555) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.