જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા ઔદ્યોગિક એકમોમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

0
21

કોરોના રોકવા ઔદ્યોગિક એકમો શુક્ર, શનિ, રવિ બંધ પાળશે 

વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોની બેઠકમાં લેવાયો નિર્ણય: ઉદ્યોગકારો, સંસ્થાનોને બંધ પાળવા અપીલ 

જામનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા તા.16,17,18 એમ ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો વિવિધ ઔદ્યોગિક એસોસિએશનોએ નિર્ણય કર્યો છે. જામનગર શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના સંક્રમણને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ હવે હાઉસફૂલ થઇ ગઇ છે. કોરોનાના સંક્રમણ અટકાવવા કોરોનાની ગાઇડલાઇન મુજબ કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે ત્યારે જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશન જીઆઇડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર્સ એસોશિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડરી એસોશિએશન તથા સલગ્ન સંસ્થાઓ દ્વારા આગામી તા.16,17-18 એપ્રલિ 2021 એટલે શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય થયો હોવાનો ફેકટરી ઓનર્સ એસોશિએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું.

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાના દર્દીઓનો આંક પણ 150થી વધતો જાય છે. તેવા સમયે કોરોનાના સંક્રમણને અટકાવવાની આવશ્યકતા છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ જો આ કોરોનાના સંક્રમણને અટકાવવું હોય તો કોરોનાની ચેઇન તોડી પડે તે જરૂરી છે.

હાલની હોસ્પિટલોમાં રહેલા દર્દીઓની સ્થિતિને ગંભીરતાએ ધ્યાને લઇ સ્વૈચ્છિક લોકડાઉન આવશ્યક હોય તે બાબતની ગંભીરતા સમજીને જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશન, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોશિએશન દરેડ, જામનગર બ્રાસ ફાઉન્ડરી એસોશિએશન તેમજ અન્ય સલગ્ન સંસ્થાઓની મીટીંગમાં આજે એવો નિર્ણય કરાયો છે કે, તા.16, 17, 18 એપ્રિલ 2021 શુક્ર, શનિ, રવિવાર એમ ત્રણ દિવસ વેપાર-ઉદ્યોગ, ધંધા સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય કરાયો હતો અને દરેક ઉદ્યોગકારે માનવતા દાખવી તેમના એકમોને જડબેસલાક બંધ રાખવા પ્રમુખ દ્વારા અપીલ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here