Abtak Media Google News
  • ઝિમ્બાબ્વેના ઈન્ડસ્ટ્રીઝ અને કોમર્સ ડેપ્યુટી મિનિસ્ટર ને ગ્લોબલ ગુજરાતી એવોર્ડ દ્વારા કરાશે સન્માનીત

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2024 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 10 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર  મુલાકાતીઓ મુલાકાત લેશે. 20 કરતા વધુ દેશો માંથી 100 કરતા વધુ બિઝનેસમેન પણ ભાગ લ્યે તેવી સંભાવના છે.  પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે. એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો એક માત્ર સફળ અને પરિણામ દાયક છે જેમાં આજ સુધીમાં 60 જેટલા દેશોમાંથી 1000 કરતા વધુ ગ્રાહકો આવી ચુક્યા છે અને હજારો કરોડ નો નિકાસ વેપાર પણ થયો છે.

મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વે ના ડેપ્યુટી મિનિસ્ટર ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્સ તરીકે ચૂંટાયેલા   આર. કે. મોદી રાજકોટ આવી રહ્યાં છે. તેઓ 4 દિવસ રોકાશે અને ફેક્ટરી વિઝિટ પણ કરશે. સંસ્થા દ્વારા તેમનું ગ્લોબલ ગુજરાતી એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે. ઝીમ્બાબ્વે ના એમ્બેસેડર ડો. ચીપરે, યુગાન્ડા ના હાઈ કમિશ્નર પ્રોફેસર જોયે કીકાકૂન્દા, રવાન્ડાના હાઈ કમિશ્નર મિસિસ જેકોલીન મુકાંગીરા, કોંગો ના ટ્રેડ કાઉન્સેલ મિસ્ટર ગેબ્રિઅલ ઇટાઉં , બાંગ્લાદેશ ના કાઉન્સેલર મિસ્ટર એમડી અબ્દુલ વાડુહ , ડેપ્યુટી ડીજીએફટી રોહિત સોની, યુવા અગ્રણી  જય શાહ તથા જાણીતા સર્જન અને રાજકીય અગ્રણી   ડો. હેમાંગ વસાવડા ઉપસ્થિત રહેશે

જોબ ફેર

એસ.વી.યુ.એમ. 2024 આંતરરાષ્ટ્રીય વેપાર મેળો મા જાપાન ની કંપનીઓ દ્વારા જોબ ફેર યોજાશે. જાપાન માં  નોકરી કરવાની જોરદાર તક મળશે જેમાં ઉત્પાદન ક્ષેત્ર, નર્સિંગ ક્ષેત્ર, એગ્રીકચર ક્ષેત્ર અને બાંધકામ  ક્ષેત્ર માટે માસિક રૂપિયા 90000 થી 100000 સુધીના પગાર ની ઓફર કરવામાં આવી શકે છે.

જાપાન માટે જોબ ફેર તારીખ 13 – 2 – 2024 સવારે 10થી 1 દરમ્યાન થશે

સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના ખેડૂતોને આફ્રિકન દેશોમાં કોર્પોરેટ ફાર્મિંગ શરુ કરવા અને તે દ્વારા ભારત ની ખાદ્યાન્ન ની જરૂરિયાતો પુરી કરવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા. વિશ્વના અનેક દેશો માંથી આપણે ખાદ્ય પદાર્થો આયાત કરીયે છીએ જેમાં કઠોળ મુખ્ય છે. આફ્રિકાના દેશો માં ત્યાંની સરકાર કોર્પોરેટ ફાર્મિંગ માટે ખુબજ નજીવા દરે ભાડા પટ્ટા ઉપર જમીન આપે છે અમુક સરકારો ભાગીદારી માં પણ કરવા તૈયાર છે તેવા સંજોગો માં આપણાં લોકો ત્યાં ખેતી કરી ને જે અનાજ ઉગે તે ભારતને નિકાસ કરે તો આપણું વિદેશી હૂંડિયામણ બચી જાય અને આપણા લોકોને રોજગારી મળે અને તેની સમૃદ્ધિ પણ વધે. આફ્રિકા ના 54 દેશોમાં કરોડો એકર જમીન વણ વપરાયેલ પડી છે તેનો લાભ આપણે લઇ શકીયે અને આપણી જરૂરિયાતો પુરી પાડી શકીયે તેમ છીએ. આનાથી ત્યાંના લોકો સાથે ના નિકાસ વેપાર માં પણ મોટો લાભ આપણા દેશ ને મળી શકે.

આફ્રિકા ના બ્યુટીકેર ઉત્પાદનો મળશે

બ્યુટી પાર્લર સંચાલકો , બ્યુટીકેર પ્રોડક્ટ્સ વેપારીઓ અને મહિલાઓ માટે આફ્રિકાના સૌંદર્ય પ્રસાધનો ના બિઝનેસ માટે એક ઉત્તમ તક આ વ્યાપાર મેળા માં મળી શકશે.

આંતરરાષ્ટ્રીય વેપાર મેળા દરમ્યાન યુગાન્ડા માં પ્રથમ મેક ઈન ઇન્ડિયા હોલસેલ મોલ એસ.વી.યુ.એમ અને ટોમીલ ગ્રુપ (યુગાન્ડા) દ્વારા સંયુક્ત રીતે શરુ કરવામાં માટે એમ.ઓ.યુ. કરવામાં આવશે.

જાપાનનું પ્રતિનિધિ મંડળ

ખાસ કરીને તેઓ – 1. જે કંપનીઓ જાપાનીઝ બજારમાં પ્રવેશવા માંગે છે,  ઓટોમોબાઈલ ઘટકો,   કાપડ અને વસ્ત્રો, ભ રસાયણો, ડી. આયર્ન અને સ્ટીલ ઉત્પાદનો, 2. હેલ્થકેર સંબંધિત કંપનીઓ,  સામાન્ય દવાઓ,  API  ઉત્પાદકો , 3. નાણાકીય સેવાઓ સંબંધિત કંપનીઓ,  ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને પ્લાનિંગ કંપનીઓ,   સૌરાષ્ટ્ર વિસ્તારમાં રિયલ એસ્ટેટ રોકાણની તકો, 4. નવીન ટેકનોલોજી કંપનીઓ, 5. કૃષિ સંબંધિત કંપનીઓ,   મગફળી (મગફળી),   ચા, મસાલા, કઠોળ અને કઠોળ,   કપાસ, ડી. ફળો: કેરી, સાપોટા (ચીકુ), અને કેળા,   શાકભાજી: ડુંગળી, બટાકા અને ટામેટાં જેવી વિવિધ શાકભાજી અને આ જાપાન માટે સંભવિત આયાત હોઈ શકે છે. ર એગ્રો-પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ: પ્રોસેસ્ડ ફળો, શાકભાજી અને નાસ્તા જેવી વસ્તુઓ જે જાપાનમાં નિકાસ કરી શકાય છે.,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.