Abtak Media Google News
  • રાજ્યના 50 હજારથી વધુ અરજદારો અસરગ્રસ્ત : બુધવારથી ટેસ્ટ ટ્રેક શરૂ થવાની આશા

જો તમે પણ ડ્રાવિંગ લાઈસન્સ કઢાવવા માટે આરટીઓની કચેરીએ જવાના હોવ તો ધક્કો ના ખાતા, કારણકે, ત્યાંથી તમારે નિરાશ થઈને પરત આવવું પડશે. આ વાત માત્ર કોઈ એક શહેર પુરતી સિમિત નથી. આગામી બુધવાર સુધી ગુજરાતના તમામ આરટીઓની આજ દશા રહેવાની છે. કારણકે, આરટીઓનું સર્વર ફરી ડાઉન થઈ ગયું છે. અથવા એમ કહો કે, આખે આખા ગુજરાતની આરટીઓ કચેરીઓનું તંત્ર ખાડે ગયું છે તો પણ અતિશ્યોક્તિ નથી.

આરટીઓ તંત્રનું ડ્રાયવિંગ ટેસ્ટ ટ્રેક ટેક્નિકલ કારણોસર બંધ પડી જતાં રાજ્યભરમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રાયવીંગ ટેસ્ટ ટ્રેક શુક્રવારે બંધ પડ્યા બાદ આજદિન સુધી શરૂ થઇ શક્યો નથી જેના લીધે ડ્રાયવિંગ ટેસ્ટની રાહ જોતા અરજદારોને હજુ રાહ જોવાની સ્થિતિ ઉદભવી છે. ખાસ રાજકોટમાં દરરોજ અંદાજે 350 જેટલાં અરજદારોની ટેસ્ટ લેવામાં આવે છે પણ શુક્રવારથી જ ટેસ્ટ ટ્રેક બંધ પડતા તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ શિફ્ટ કરી દેવામાં આવી છે. ટેસ્ટ ટ્રેક બુધવાર બાદ શરૂ થાય તો અંદાજિત રાજકોટ જિલ્લાના 1700થી વધુ અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યની આરટીઓ કચેરીમાં બુધવાર સુધી સર્વર બંધ રહેવાથી પાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે નહીં. જો આગામી ગુરુવાર સુધીમાં સર્વર ચાલું થશે તો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. સર્વર ઠપ્પ થતા દરેકની એપોઇન્ટમેન્ટ રિસિડ્યુઅલ કરવામાં આવી છે. પહેલીવાર 5 દિવસ સુધી સર્વર બંધ રહેવાની ઘટના બની છે. આગામી સમય સુધી અનિશ્ચિતા હોવાથી અરજદારો અટવાઈ પડ્યા છે. જેની અંદાજે 50 હજારથી વધુ લોકોને સીધી અસર થઇ છે.

અરજદારોએ કહ્યું કે, ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેવાથી લોકોને મુશ્કેલી પડી છે. જેના કાચાં લાઈસન્સનો સમય પૂરો થઇ ગયો છે, તેવા લોકો હવે રિન્યુ કરાવવા દોડી રહ્યા છે. જોકે, વિભાગ તરફથી અગાઉની જેમ અત્યારથી જ તમામ એપોઈન્ટમેન્ટની સાથે એક્સપાયર થયેલા કાચા લાઇસન્સ પણ રીન્યુ કરી આપવાની જાહેરાત કરવી જોઈએ. જે નહીં કરાતા વાહન વ્યવહાર વિભાગના વાંકે લોકોને બિનજરુરી ખર્ચ કરવો પડે છે. આ બાબતે કમિશનર કચેરીએ પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.બીજી તરફ ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ લઇને બેઠેલા લોકોને બહારગામ જવાવાનું હોવાથી જઈ શક્તા નથી. સર્વરની સમસ્યા અંગે અધિકારીઓ માત્ર ટેકનિકલ કારણ આપે છે.

રાજ્યની આરટીઓ કચેરીમાં બુધવાર સુધી સર્વર બંધ રહેવાથી પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય. ગુરુવાર સુધીમાં સર્વર ચાલુ થશે તો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાશે. તમામ એપોઈન્ટમેન્ટ રિસિડયુઅલ કરી દેવાઈ છે. પાંચ દિવસ સુધી સર્વર બંધ રહેવાની પ્રથમવાર ઘટના બની છે. હજી પણ અનિશ્ચિતા હોવાથી અરજદારો અટવાઈ પડયા છે. અંદાજે 50 હજારથી વધુ લોકોને સીધી અસર થઇ છે.

ટેસ્ટ ટ્રેક શરૂ થયાં બાદ રાજકોટમાં પરિસ્થિતિ પૂર્વવત કરતા પખવાડિયાથી વધુનો સમય લાગશે

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ આરટીઓ ખાતે દરરોજ 350 અરજદારોની ટેસ્ટ લેવામાં આવે છે. હવે જો બુધવાર સુધી ટેસ્ટ બંધ રહે તો અંદાજિત 1750 અરજદારોની એપોઇમેન્ટ રિશિડ્યુલ કરવાની ફરજ પડશે ત્યારે આ અરજદારોની સાથોસાથ નવા અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવાની આખી પ્રક્રિયા પૂર્વવત થતાં એક પખવાડિયાથી વધુનો સમય લાગી શકે છે.

સારથિ એપમાં ટેસ્ટ ટ્રેકમાં કામગીરી બંધ રહેશે: વાહનવ્યવહાર કમિશનર કચેરી

રાજ્યના આરટીઓ-એઆરટીઓ કચેરીઓ ખાતેના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારના પરિવહન પોર્ટલના સારથી એપ્લિકેશન વચ્ચે સંકલનમાં ટેકનિકલ ખામી ઉદ્દભવવાને કારણે હાલ સેવાઓ પ્રભાવિત થઇ છે. તમામ અરજદારોની ટેસ્ટ એપોઇન્ટમેન્ટ અન્ય દિવસ માટે પુન: આયોજિત કરાઇ છે. સમસ્યાના જલદી સમાધાન માટે એનઆઇસી ટીમ સતત પ્રયત્નશીલ છે. અરજદારોને અસુવિધા બદલ ખેદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.