Abtak Media Google News

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ  સમાન સિવિલ હોસ્પિટલ ચાલતી લાલિયાવાડી અનેકવાર સામે આવી છે ત્યારે આવી ક્ષતિઓને ડામી દેવા શિસ્તના આગ્રહી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રીવેદી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી દ્વારા સિવિલ હોસ્પિટલ ના ઓપીડી બિલ્ડિંગમાં  મુલાકાત લઇને જરૂરી સૂચનો આપ્યા હતા જ્યારે બ્લડ બેંક વિભાગને લાગતાં 15 લાખ કિંમતના ઇનોગ્રેશન ઇન્સ્ટ્રુમેન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. સિવિલ સુપ્રિટેન્ડેન્ટે સ્થાળાંતર કરવામાં આવેલા વિભાગોની રૂબરૂ મુલાકાત લઈને નવા વિભાગોના યુનિટ હેડને જરૂરી સૂચનો આપી દર્દીઓને વધુ સુવિધા આપી ઉપયોગી બનવા અંગેના સૂચનો આપ્યા હતા.જ્યારે આ મુલાકાત દરમિયાન આરએમઓ ઓફિસ અને નર્સિંગ ઓફિસ મુલાકાત લીધી હતી

‘અબતક’ મીડિયાએ કરેલા સુચનનો સિવિલ અધિક્ષક દ્વારા હકારાત્મક અભિગમ

રાજકોટ પીડિયો હોસ્પિટલમાં સિવિલ આર એસ ત્રિવેદી જ્યારે સરપ્રાઈઝ ચેકિંગ હેતુથી રાઉન્ડ ઉપર નીકળ્યા હતા ત્યારે અબ તકના પ્રતિનિધિએ સિવિલ અવ્યવસ્થા અંગે જાહેરમાં રૂબરૂ રજૂઆત કરી. દુખાવા થી પીડાઈને આવતા હોય અને બેસવાની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓ જ્યાં ત્યાં ટોયલેટ ની સામે બેસતા હોય છે તો ત્યાં બાંકડા વ્યવસ્થા કરવા અંગે ઉપરાંત તૂટેલા બાંકડાઓ અને જેવા તેવા ગંધાતા ટોયલેટના તૂટેલા બોખરા તરફ સુપ્રીટેન્ડન્ટનું ધ્યાન દોરી રૂબરૂ રજુઆત કરી, તે અંગે સુવિધાને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવાની અબતકના પ્રતિનિધિને ખાતરી આપી, સુપ્રીટેન્ડન્ટે તેમના પી.આઈ. ને  કામગીરી શરૂ કરવા અંગે આદેશ આપ્યો હતો. સુપ્રીટેન્ટડેન્ટની આ ઇન્સ્ટન્ટ કામગીરી ખરેખર સરાહનીય છે.

બ્લડ બેંકના 15 લાખના સાધનોનું લોકાર્પણ

સિવિલ હોસ્પિટલ લોકોની સુવિધામાં વધારો કરવા સતત કાર્યરત હોય છે ત્યારે ઘણી સંસ્થાઓ સિવિલ હોસ્પિટલને સહાયરૂપ થઈને સાધન સહાય આપતી હોય છે ત્યારે સીએસાર સંસ્થાના મદદથી ડી ફ્રીઝ, કોગ્લોમિટર, પોર્ટબલ ચેર,ત્રણ પ્રીપેટ સહીતના 15 લાખના સાધનો નું લોકાર્પણ કર્યું છે.જ્યારે આચાર સંહિતા હોવાથી અતિથિ વિશેષ નહિ બોલાવ્યા હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.