Abtak Media Google News

રાજ્યમાં નવસારી જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ સાથે ૨૮ જિલ્લામાં કોરોનાનો પગપેસારો : ૨૪ કલાકમાં ૮ના મોત

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તારમાં દંપતીના કોરોનાગ્રસ્ત, કુલ ૪૧ પોઝિટિવ : ૨૪ કલાકમાં ૩ દર્દીઓ સાજા થયા

ગુજરાત રાજ્યમાં કોરોનની મહામારીમાં ૨૪ કલાકમાં વધુ ૨૫૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત ની સંખ્યા ૨૦૦૦ને પાર પહોંચી ગઈ છે. નવસારીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.જ્યારે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. અને ૨૪ કલાકમાં વધુ ૮ દર્દીઓના મોત નિપજતા કુલ ૭૩ દર્દીઓના મોત નિજપયા છે. જ્યારે રાજકોટમાં હોટસ્પોટ  જંગલેશ્વર વિસ્તારમાંથી દંપતીના રિપોર્ટ પોઝિટિવ  આવતા કુલ ૪૧ કોરોનાગ્રસ્ત નોંધાયા છે. જ્યારે ગઈ કાલે વધુ ૩ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરી તેઓને રજા આપવામાં આવી હતી. રાજકોટમાં અત્યાર સુધી કુલ ૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં કોરોના કોવિડ ૧૯ સેમ્પલ ની ચકાસણીની ક્ષમતા વધારતા ગઈ કાલે વધુ ૨૫૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્ત ની સંખ્યા ૨૦૦૦ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધી ૧૨૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં પી.આઈ. સહિતના કોરોના સામે લડતા યોદ્ધાઓ પણ કોરોના સંક્રમણમાં સપડાયા છે.જ્યારે સુરતમાં પણ વાયરસના સંક્રમણમાં વધુ લોકો સપડાઈ રહ્યા હોય તેમ કોરોના પોઝિટિવની સંખ્યા વડોદરાને પણ ઓવરટેક કરી ૩૦૦ની નજીક પહોંચી છે.સુરતમાં ગઈ કાલે કોર્પોરેટરના ભત્રીજા જે સામુહિક કેન્દ્રમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યાંરે વડોદરામાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓનો આંક ૨૦૦ની નજીક પહોંચવા આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાની મહામારી સર્જાઈ છે. અત્યાર સુધી ૧૨૦૦ને પાર પહોંચેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં પોલીસ અધિકારીઓ, આરોગ્યતંત્રના અધિકારી અને તબીબોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં પૂર્વ કાઉન્સિલર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બહેરામપુરમાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા સીરાજખાન પઠાણનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાઓ સાથે પોઝિટિવ દર્દીઓની સાજા થવાની સંખ્યામાં પણ વધારો થતાં આરોગ્ય વિભાગમાં રાહતનો શ્વાસ અનુભવાયો છે. ૨૪ કલાકમાં રાજયમાં વધુ ૫૦ કોરોના પોઝિટિવ દર્દીઓએ વાયરસને મ્હાત આપી ઘર વાપસી કરી છે.  અત્યાર સુધી રાજ્યમાં ૧૫૦ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સેમ્પલ ના ટેસ્ટ કરવાની ગતિ ધીમે પડતા પોઝિટિવ દર્દીઓના રિપોર્ટની ગતિ પણ ઘટી ગઈ છે.આજ રોજ વધુ ભરૂચમાં ૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૨૫, વલસાડમાં ૧, તાપી માં ૧ અને મહેસાણામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ના ૨૮ જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. આજ રોજ નવસારીમાં પણ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.હાલ સૌથી વધુ અમદાવાદમાં બાદ સુરત અને વડોદરા, રાજકોટ સહિત ૭ મહાનગરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ગઈ કાલે વધુ ૮ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ચાલુ સારવારમાં દમ તોડતા કુલ મૃત્યુઆંક ૭૩ સુધી પહોંચ્યો છે. જેમાંના ૬૦ વર્ષથી વધુ વયના ૩૭ દર્દીઓ મોત ને ભેટ્યા છે.

રાજકોટમાં માં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વર માંથી દંપતિમાંથી વધુ ૨ પોઝિટિવ દર્દી નોંધાતા કુલ આંકડો ૪૧ સુધી પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ ૩ દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી રાજકોટમાં ૧૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની રિકવરી ઝડપથી આવતા ગઈ કાલે વધુ ૩ દર્દીઓએ કોરોનાં સામેની જંગ જીતી ઘર વાપસી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.