Abtak Media Google News

નવરંગ કલબ દ્વારા કોઠારીયા રોડ પર આવેલ નિલકંઠ પાર્ક મેઇન રોડ પર વી.ડી. બાલા દ્વારા શેરી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનો ઉદ્દેશ્ય હાલમાં બાળકો મોબાઇલની પ્રવૃતિ અને વીડીયો ગેઇમ તરફ વળી રહ્યા છે. ત્યારે આપણી જુની પુરાણી શેરી રમતો લુપ્ત થતી જાય છે. શેરી રમતો અંગેની જાણ કરવાની હતો. જેમાં ૪૦૦ થી વધુ બાળકોને લંગડી, ખો-ખો, હેન્ડ બોલ, થાપલી દા, જેવી અનેક શેરી રમતો રમાડવામાં આવ્યા હતા. આ રમતો પ્રત્યે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે આયોજક વી.ડી.વાળાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે ત્યાં વર્ષો પહેલા શેરી રમતો ખુબ રમાતી પણ કાળ ક્રમે ધીમે ધીમે સાવ ભુલાય ગઇ અને અત્યારે માત્ર મોબાઇલ પર જ રમે છે. વિઘાર્થીઓ એટલે અમને ચિંતા થઇ કે દેશી રમતો, શેરી રમતો ખર્ચાળ નથી. કોઇપણ જાતનો ખર્ચો નથી. એવી રમતો છે એને આપણે જીવતી કરીએ એટલે લગભગ અગ્યાર સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે.

Vlcsnap 2019 01 07 09H47M14S133

જાન્યુઆરીનો પહેલો રવિવાર આખા સૌરાષ્ટ્રમાં સૌ જેટલી જગ્યાએ આ દેશી રમતો (શેરી રમતો) રમાય છે. લગભગ ૧૩ જાતની રમતો છે. અને શેરી રમતો જો બાળકોને આપણે રમાડીએ તો એટલાે બધો આનંદ થાય. અમે જોઇએ છીએ તો ૪૦૦ જેવી  સંખ્યા નાના મોટા બાળકો હાજર રહ્યા છે. વાલીઓ પણ બાળકોને લઇને આવ્યા છે. એનો મતલબ એવો થાય છે કે લોકોને પણ બહુ ગમે છે. જો  કોઇ આગેવાની લેવાવાળુ હોય, તે લોકોને ગમે છે. આ રમતથી ફાયદો પણ છે. જે કે હાર જીતથી લડતા છીએ. નાનપણ થી એટલે ખડતલ થાશે. એકાગ્ર થાશે અને સાહસીક વૃત્તિા વધશે. થોડુંક લાગશે તો સહન કરતા શીખી જવાનું છે અને એક સાથે બધા રમશે. તો સંપ પણ વધશે અને આપણે ત્યાં ટીમ વર્કમાં કામ ઘણા ઓછા થાય છે તો આનાથી ટીમ વર્કમાં રમશે. ચોક ખેલાડી ગમે તેટલું સારું રમતો હોય અને આખી ટીમનો જો દેખાવ શ્રેષ્ઠ ન હોય તો ટીમ કયારેય જીતે જ નહી એટલે નાનપણ થી આવા સંદેશો મળે છે. અને આખા સૌરાષ્ટ્રમાંથી મને ફોન આવા માંડયા છે. અને રમાડયે છીએ. અમારે ત્યાં સંખ્યાઓ આવા માંડી છે. જેવા પ્રયત્નો  પણ આપણને ખુશી છે કે રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં પાંચ વર્ષના બાળકો થી લઇ અને લગભગ ૨૦-૨૫ વર્ષના બાળકો અને ભાઇઓ બહેનો લાભ લે છે.

જયારે સ્પર્ધક લીંબાસીયા રિઘ્ધી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નીલકંઠ પાર્કમાં નેચરલ કલબ છે. અને અમે અહી શેરીની રમતો રમવા આવ્યા છીએ. અને અહીં લીંબુ ચમચી, ખંભા દોડ, ખોખો કબડ્ડી, જેવી વિવિધ રમતોરમાડે છે. અને આ રમતો રમીને ઘણો આનંદ થાય છે. મોબાઇલને મુકી ને શેરી રમતો રમતા અહીં શીખવાડવામાં આવે છે અને આવી રમતો રમવાથી આત્મવિશ્વાસ વધે અને ઘણું શીખવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.