Abtak Media Google News

રાજ્યની વર્તમાન સરકારના કાર્યકાળને 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલ સુશાસનના પાંચ વર્ષ નિમિતે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજે રાજ્યભરમાં સરકાર દ્વારા રોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બેરોજગારી હટાવો અભિયાન જેવા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા વઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં બેકારીથી કંટાળી 1095 લોકોએ આત્મહત્યા કરી છે. શિક્ષીત બેરોજગારીનું પ્રમાણ 95 ટકાથી પણ વધુ છે. જ્યારે 5 ટકા લોકો અર્ધશિક્ષીત બેરોજગાર છે. રાજ્ય સરકાર 5 વર્ષ પુરા કરવાની ઉજવણી કરી રહી છે. ખરેખર નેતા કોરોનાકાળમાં સરકારની નિષ્ફળતા છુપાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. મોંઘારી, મહામારી અને મંદી તથા બેરોજગારી સામે જનતા ઝઝુમી રહી છે. ત્યારે ઉત્સવ પ્રિય સરકાર લોકોને રાહત આપવાના બદલે રૂપિયા ખર્ચી વાહ-વાહી કરી રહી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આજે રોજગાર દિવસની ઉજવણીની વાતો કરે છે પરંતુ રાજ્યમાં રોજગારીનું ચિત્ર જુદૂ છે. ત્યારે ભાજપના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા જણાવે છે કે, રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબીત થયા છે. બે વર્ષમાં માત્ર 1777 બેરોજગારોને જ સરકારી નોકરીઓ આપવામાં આવી અને તેમાં પણ છેલ્લા બે વર્ષમાં 15 જિલ્લાના યુવાનોને સરકારી નોકરી જ નથી મળી સમગ્ર રાજ્યમાં કુલ બેરોજગારોમાંથી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ 95.01 ટકા જ્યારે 4.88 ટકા લોકો અર્ધશિક્ષિત બેરોજગાર છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1095 લાકેો બેકારીથી કંટાળી આત્મહત્યાઓ કરી છે.

ત્યારે ગુજરાતમાં બેરોજગારી કેમ વધી રહી છે. રોજગારીની તકો કેમ ઘટી રહી છે. બેરોજગારીના કારણે આત્મહત્યાઓ કેમ વધી રહી છે. પહેલા સરકાર આનો જવાબ આપે. પછી ઉત્સવો ઉજવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.