Abtak Media Google News
  • વિશ્વ માં સૌથી સલામત રસ્તા જાપાન અને નોર્વેમાં છે: ઝુટોબીના રિસર્ચ મુજબ ભારતના રસ્તા વિશ્વ ના ખતરનાક વર્ગમાં ચોથા ક્રમે છે: દક્ષિણ આફ્રિકાના રસ્તાઓ ખતરનાક કેટેગરીમાં પ્રથમ ક્રમે છે
  • અલ સાલ્વાડોર દેશમાં એક લાખ રહેવાસીઓમાં હત્યાનો દર 52.02 સાથે પ્રથમક્રમે અને જમૈકામાં હત્યા દર 43.85 સાથે ટોપ ટુ મા સ્થાન ધરાવે છે: લેટીન અમેરિકામાં હત્યાનો દર અફઘાનિસ્તાન અને ઇથોપિયા કરતાં વધારે જોવા મળે છે

1 2 3

આજે દુનિયાભરનાં વિવિધ દેશોનો માનવી પ્રવાસ કરીને ત્યાંના સુંદર અને દર્શનિય સ્થળોમાં આનંદ માણતા હોય છે. અમુક લોકો તો મલ્ટીપલ વિઝા સાથે વર્લ્ડ ટુર પણ માણતા હોય છે. ઘણા દેશોમાં યુધ્ધનો ભય અને હિંસક અથણામણ જોવા મળતી હોય છે. વિશ્વ ના ઘણા દેશોમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ, હત્યાનો ઊંચો દર પણ ખતરનાક યાદીમાં આવે છે. વિશ્વ ના ઘણાં દેશો ખતરનાક ગણાય છે જેમાં તેની ગુનાહિત પ્રવૃત્તિ મોખરે હોય છે. અમુક દેશોમાં તેના રસ્તાઓ જોખમી અને રોડ ઉપરની લૂંટ-ફાટ ગુનાહને કારણે જોખમી કેટેગરીમાં આવી જાય છે. ઝુટોબીના રીસર્ચ મુજબ સૌથી શ્રેષ્ઠ સલામત રસ્તા જાપાન અને નોર્વેમાં છે, તો સામે દક્ષિણ આફ્રિકાના રસ્તા ખતરનાક કેટેગરીમાં પ્રથમક્રમે આવે છે.

1 3 1

ખતરનાક કેટેગરીની યાદીમાં યુધ્ધ અને હિંસક સંઘર્ષને પરિણામે થયેલા મૃત્યુનો સમાવેશ થતો નથી. હિંસક તકરારો પણ ધ્યાને નથી લેવાતી આમ જોઇએ તો લેટિન અમેરિકામાં હત્યાનો દર અફઘાનિસ્તાન અને ઇથોપિયા કરતાં પણ વધારે જોવા મળે છે. માદક દ્રવ્યોની ઘટનાઓ, લૂંટફાટ, ગોળીબાર જેવી વિવિધ ઘટના દેશમાં સતત અને વધુ બને ત્યારે તે પ્રાંત કે દેશ તેના નિવાસી અને પ્રવાસીઓ બન્ને માટે જોખમી બને છે. તાજેતરના આ વર્ષમાં મેક્સિકોમાં તિજુઆ નાનો હત્યાનો દર એક લાખે 138નો હતો. લેટિન અમેરિકા ખતરનાક દેશ સાથે યુ.એસ.માં સેન્ટ લૂઇસ જે 2022માં 60.59ના હત્યાના દર સાથે 14માં ક્રમે છે, ડેટ્રોઇટ શહેર 38.37ના હત્યાના દર સાથે 36માં સ્થાને છે.

આવા જોખમી દેશોમાં હિંસાના કારણોમાં ડ્રગ હેરફેર, હથિયારોની હેરાફેરી અને ગેંગ વોર દ્વારા થાય છે. 2007થી 2012ના પાંચ જ વર્ષમાં એક અંદાજ મુજબ મેક્સિકોમાં 38 હજાર ડ્રગ સંબંધિત મોત થયા હતા. આ વર્ષના આંકડાઓમાં મેક્સિકોના તિજુઆના, એકાયુલ્કો, સિઉદાદ વિક્ટોરીયા, જુઆરેઝ, ઇરાયુઆટો જેવા શહેરો ખતરનાકની ટોપ ફાઇવમાં સ્થાન ધરાવે છે. આજ યાદીમાં ટોપ-20માં વેનેઝએલા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, જમૈકા, યુ.એસ., જેવા દેશોના શહેરોનો સમાવેશ થાય છે.

1 5

હત્યાદરમાં સૌથી ઊંચો દર અલ-સાલ્વાડોર દેશને ગણાય છે, બીજા ક્રમે જમૈકા આવે છે. અહિં અનુક્રમે 52.02 અને 43.85 દર પ્રથમ બે સ્થાને આ દેશો આવે છે. આપણાં દેશ ભારત પણ ખરાબ રસ્તા, ખતરનાક કેટેગરીમાં ચોથા ક્રમે આવે છે. અમુક દેશો પ્રવાસીઓને કારણે અર્થતંત્રને ઘણો ફાયદો પણ કરાવે છે તો અમુક દેશો તેની હિંસક ગુનાખોરી અને હત્યા દરને કારણે વૈશ્ર્વિક રીતે જોખમી પણ બન્યા છે.

દર વર્ષે ઇન્સ્ટિટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડપીસ તેનો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડે છે. જેમાં હત્યા દર સહિત વિવિધ 23 જુદા સૂચકો પરથી રાષ્ટ્ર કેટલું ખતરનાક છે તે નક્કી કરે છે. આ જીપીઆઇ રિપોર્ટ 163 દેશોનું મૂલ્યાંકન કરે છે જે લગભગ વિશ્વ ની 99 ટકા વસ્તીને કવર કરીને જાહેર કરાય છે. આ રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન વિશ્વ નો સૌથી ખતરનાક દેશ છે જ્યાં બીજા કોઇપણ દેશ કરતા યુધ્ધ અને આતંકવાદથી વધુ મૃત્યું થયા છે. યમન દેશ આ યાદીમાં બીજા ક્રમે આવે છે. યમનમાં વિશ્વ ની સૌથી ખરાબ માનવતા વાદી કટોકટી છે. 4.3 મિલિયન લોકો ઘર છોડીને ભાગી ગયા હતા.

1 6 1

સીરિયા ત્રીજા ક્રમે આવે છે, ગૃહયુધ્ધ 2011થી દેશને પિડીત કરી રહ્યું છે. 21મી સદીનું બીજું સૌથી ભયંકર યુધ્ધ સરિયન પ્રજા સહન કરી રહી છે. દક્ષિણ સુદાન સતત સંઘર્ષ, નાગરિક અશાંતિ અને વ્યાપક હિંસક અપરાધ સાથે સરકાર અને વિપક્ષી જૂથ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અસ્તિત્વમાં છે. સૌથી ખતરનાક દેશોની યાદીમાં પાંચમા સ્થાનેથી હાલ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ ઉપરાંત ખૂબ નીચી શાંતિની સ્થિતિ ધરાવતા અન્ય દેશોમાં સોમાલિયા, કોંગો, લિબિયા, રશિયા, ઉત્તર કોરિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. અમુક ચોક્કસ દેશો સ્ત્રીઓ માટે સૌથી ખતરનાક ગણાય છે તો અમુક દેશોમાં પ્રવાસ કરવો પણ જોખમ ગણાય છે. આ યાદીમાં પાડોશી પાકિસ્તાન પણ 11માં ક્રમે આવે છે. ટોપ-20માં લેબનોન, ઇઝરાયેલ, માલી, નાઇજીરીયા, યુક્રેન અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થાય છે.

ઇન્ટરનેશનલ એસ.ઓ.એસ. અનુસાર વિશ્વ ના 10 સૌથી ખતરનાક દેશો સાથે તેમનું મૂલ્યાંકનને આત્યંતિક મુસાફરી સુરક્ષા જોખમ વહન તરીકે કરાયું છે. જેમાં અફઘાનિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઇરાક, લિબિયા, માલી, સોમાલિયા, દક્ષિણ સુદાન, સીરિયા, યુક્રેન અને યમનનો સમાવેશ થાય છે. આ લિસ્ટ ઉપરાંત અમુક દેશો સિક્યોરિટી રિસ્કઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ડીઆર કોંગો, ઇજિપ્ત, નાઇજીરીયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ટ્રાવેલ રિસ્ક મેપ જે ઇન્ટરનેશનલ એસઓએસ ખાતે સુરક્ષા નિષ્ણાંતો દ્વારા બનાવાયેલ ઇન્ટરેક્ટિવ ટૂલ છે. કોવિડ-19ને કારણે અમુક દેશોમાં તબીબી જોખમ પણ હોય છે. આ કેટેગરીમાં જોખમની વ્યાખ્યામાં નજીવી, નીચી, મધ્યમ, ઉચ્ચ અને આત્યંતિક જેવી પાંચ કેટેગરીમાં દેશોનું રેટીંગ અપાય છે.

નજીવી ટ્રાવેલ સિક્યુરિટી રિસ્ક તરીકે વિશ્વ ના સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં એન્ડોરા, કેપવર્ડ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, કિરીબાતી, લિકટેન સ્ટેઇન, લક્ઝમ બર્ગ, માર્શલ ટાપુઓ, નૌરૂ, નોર્વે, સાન મેરિનો, સેશેલ્સ, સ્લોવેનિયા, સ્વિટ્ઝર્લેન્ડ, તુવાલું અને ટકર્સ અને કેકોસ ટાપુઓનો સમાવેશ થાય છે.

1 8 2

યુ.એસ., ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા સાથે યુરોપના મોટાભાગના દેશોનું મૂલ્યાંકન ઓછુ મુસાફરી જોખમ ધરાવતા દેશો તરીકે કરવામાં આવ્યું છે. આ યાદીમાં જોર્ડન, ઓમાન, સિંગાપુર, જાપાન, ચીન, દક્ષિણ કોરીયા, વિયેટનામ, મલેશિયા અને બ્રુનેઇનો પણ સમાવેશ થાય છે.

ઓછું મુસાફરી સુરક્ષા જોખમ ધરાવતા દેશો

યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, કેનેડાની સાથે યુરોપના મોટાભાગના દેશોનું મૂલ્યાંકન ઓછા મુસાફરી સુરક્ષા જોખમ ધરાવતા દેશોમાં ગણના થાય છે. હાલ યુક્રેન એકમાત્ર યુરોપિયન દેશ છે જ્યાં ઉચ્ચ સુરક્ષા જોખમ તરીકે વર્ગીકૃત થયેલ છે. આ ઉપરાંત જોર્ડન, ઓમાન, સિંગાપુર, જાપાન, ચીન, દક્ષિણ કોરીયા, મલેશિયા, વિયેટનામ, મલેશિયા, બ્રુનેઇ અને ઓમાન જેવા દેશો પણ સૌથી ઓછા જોખમવાળા દેશો છે.

એશિયાના ખતરનાક દેશો

એશિયાના સૌથી ખતરનાક દેશોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન અને મધ્યપૂર્વમાં ઇરાક, યમન અને સીરિયા દેશનો સમાવેશ થાય છે.

વિશ્વ ના ટોપ-10 શ્રેષ્ઠ શહેરો

  • લંડન – યુકે
  • પેરિસ – ફ્રાન્સ
  •  ન્યૂયોર્ક – યુએસએ
  • મોસ્કો – રશિયા
  •  દુબઇ – યુએઇ
  •  ટોક્યો – જાપાન
  •  સિંગાપોર – સિંગાપોર
  • લોસ એન્જલસ – યુ.એસ.એ.
  •  બાર્સેલોના – સ્પેન
  • મેડ્રિડ – સ્પેન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.