ઉપલેટા: ધોરાજી રોડ પર તંત્રના સહયોગથી દબાણ દુર કરતી નેશનલ હાઇવે ઓથોરીટી

ઉપલેટા-ધોરાજી બાયપાસ પાસે ગીરનાર પાઇપની સામે રબારી શખ્સ દ્વારા દબાણ કરેલ તે અનેક વખત નોટીસ આપવા છતાં દબાણ ખાલી નહિ કરતા આખરે નેશનલ હાઇવેના અધિકારીઓએ દબાણ દુર કરેલ હતું.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરાજી-ઉપલેટા બાઇપાસ રોડ પાસે નેશનલ હાઇવે રોડમાં ગેરકાયદેસ દબાણ કરી પરેશ મોરી નામનો શખ્સ કાચી દુકાન ઉભી કરી નેશનલ હાઇવેને અડચણ બનતા નેશનલ હાઇવેના અધિકારીઓએ અનેક વખત નોટીસો આપવા છતાં નહિ માનતા આખરે નેશનલ હાઇવેના અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મામલતદાર અને પોલીસને સાથે રાખી પ0 ચોરસ મીટર દબાણ ગ્રસ્ત જમીન ખુલ્લી કરાવેલ હતી.

ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટા કુતિયાણા સુધી નેશનલ હાઇવે રોડ ઉપર અનેક દબાણો ખડકાઇ ગયા છે. તમામ દબાણો દુર કરવા નેશનલ હાઇવેના અધિકારીઓ વ્યુ ગોઠવી રહ્યા છે.