Abtak Media Google News

હવે 1 જાન્યુઆરી ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઇ અને 1 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાન બની શકશે મતદાર: 1 ઓગસ્ટથી અમલવારી

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સબંધીત કાયદા, નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સંબંધીત છે. પહેલા નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષ 1લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. આ નિયમમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મતદાર તરીકે નોંધણી માટે વર્ષમાં 4 લાયકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે, હવે 1લી જાન્યુઆરી, 1લી એપ્રિલ, 1લી જુલાઇ અને 1લી ઓકટોબરના રોજ કે તે પહેલા જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ મતદારયાદીમાં મતદાર તરીકે નામ નોંધાવી શકે છે. આગામી 1લી ઓક્ટોબર, 2022ના રોજ કે તે પહેલા જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરતી હોય તેઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અમૂલ્ય તક મળવાની છે. આવા યુવા મતદારોએ મતદાનયાદીમાં નામ નોંધાવવા હવે ક્યાંય જવાની પણ જરૂર નથી ઘેરબેઠો voter helpline app આા ડાઉનલોડ કરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, અથવા વેબસાઇટ http: // voterportal.eci.gov.in અથવા http: // www.nvsp.in ઉપર જઇને પણ નામ નોંધાવી શકાય છે. મતદાર તરીકે યોગ્યતા માટે લાયકાતની 4 તારીખો નક્કી કરવામાં આવતા હવે હાલની મતદાન નોધણી પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે.

જેમાં પહેલાં મતદાર તરીકે નામ નોધણી માટે મતદારની યોગ્યતા માટે લાયકાતની તારીખ વર્ષમાં માત્ર એક જ હતી, એટલે કે, 1લી જાન્યુઆરીના રોજ કે તે પહેલા જેઓ 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ જ મતદાર તરીકે નામ નોધાવી શકતા હતા અને મતદાન કરી શકતા હતા. જેના કારણે 1લી જાન્યુઆરી બાદ વર્ષ દરમિયાન 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો મતદાર તરીકે નામ નોંધાવી શકતા ન હતા અને મતદાન કરવાથી વંચિત રહેતા હતા. સ્પેશ્યલ સમરી રિવીઝન કાર્યક્રમ પણ 1લી જાન્યુઆરીની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવતો હતો. એટલે કે અંતિમ મતદારયાદી 1લી જાન્યુઆરીની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને પ્રસિધ્ધ કરવામાં આવતી હતી. પરંતુ હવે લાયકાતની 4 તારીખ નક્કી થવાથી વર્ષમાં ગમે ત્યારે 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો તેમને લાગુ પડતી તારીખ ધ્યાનમાં રાખીને નવા મતદાર તરીકે ફોર્મ નં.6 ભરીને ઈજ્ઞક્ષશિંક્ષીજ્ઞીત ઞામફશિંજ્ઞક્ષ (સતત સુધારણા) પૂર્વે મતદાર તરીકેનો દાવો રજૂ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોઇપણ ભારતીય નાગરિક લાયકાતની 4 તારીખને ધ્યાનમાં લઇને મતદાર તરીકેની યોગ્યતા માટે સ્પેશ્યલ સમરી રિવીઝન દરમિયાન અથવા તો અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ સતત સુધારણા દરમિયાન પણ નામ નોંધાવવા માટે અરજી કરવાની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.

ઉપરોક્ત બાબતે ધ્યાન રાખવાનું રહે કે દરેક લાયકાતની તારીખે યોગ્યતા ધરાવતા મતદાર કે જેમણે ફોર્મ નં.6 ભરેલ છે, તેવા ફોર્મ મતદાર નોંધણી અધિકારી દ્વારા કવાર્ટર વાઇઝ લાયકાતની તારીખ પ્રમાણે અલગ-અલગ રીતે દરેક કવાર્ટરનાં પ્રથમ માસ પૂર્વે નિકાલ કરવામાં આવશે. મતદાર તરીકે નામ નોંધાવવા માટે સ્પેશ્યલ સમરી રિવીઝન દરમ્યાન અગાઉથી અરજી ન કરી શક્યા હોય તેવા યુવાનો ત્યારપછીના ક્વાર્ટર દરમ્યાન મતદાર નોંધણી માટેનો દાવો કરે તો અસ્વીકાર કરી શકાશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.