Abtak Media Google News

નાણામંત્રી અરૂણ જેટલીએ સંકેત આપ્યો છે કે ૧૫૦થી ૨૦૦ જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓને ટોપ બ્રેકેટમાંથી બહાર લાવવામાં આવશે

મોટાભાગની વસ્તુઓને જીએસટીના ૨૮%ના દરમાંથી બહાર કઢાશે. કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીએ સંકેત આપ્યો છે કે ૧૫૦થી ૨૦૦ જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓને જીએસટીના ટોપ બ્રેકેટ એટલે કે ૨૮%ના દરમાંથી બહાર લાવવામાં આવશે.

આ ઉપરાંત દર મહિને જીએસટી રીટર્ન ફાઈલ કરવાને બદલે ત્રિમાસિક જીએસટી રીટર્ન ફાઈલ કરવા માટે નિયમ બનાવવા પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. જીએસટી લાગુ કરાયાના ચાર મહિના પછી કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે અડધો અડધ આઈટમોને ૨૮%ના દરમાંથી બહાર કાઢવા કવાયત હાથધરી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, નોટબંધી અને જીએસટીને લઈને વિપક્ષ છાશવારે સત્તાધારી પક્ષ પર શાબ્દિક હુમલા કરે છે. હવે હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ઢુકડી છે ત્યારે જીવનજરૂરીયાતની ૧૫૦થી ૨૦૦ ચીજ વસ્તુઓને ૨૮%ના સ્લેબમાંથી બહાર કાઢવા માટેની દરખાસ્ત પર વિચારણા અંગેની ઘોષણા નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી છે.

જીએસટી કાઉન્સીલે વાર્ષિક ટર્નઓવર ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુ હોય તેવા લોકોને ત્રિમાસિક જીએસટી રીટર્ન ફાઈલ કરવાની પરવાનગી આપી છે. તમામ લોકો માટે આ સુવિધા હજુ શરૂ કરવામાં આવી નથી. એકંદરે જીએસટી અંગે માળખું તૈયાર કરતું સરકારી તંત્ર હવે જાગૃત થઈ ગયું છે તેમ જાણકારોનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.