Abtak Media Google News

કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટરવેયસ મિનિસ્ટ્રી અને કેન્દ્રીય કલ્ચર મિનિસ્ટ્રી વચ્ચે ગુજરાતના લોથલમાં બનનારા રાષ્ટ્રીય દરિયાઇ હેરિટેજ કોમ્પ્લેક્ષને વિક્સીત કરવા માટે કેટલાક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કલ્ચર પ્રહલાદ સિંઘ પટેલની ઉપસ્થિતિમાં આ MoU પર દિલ્હી સ્થિત ટ્રાન્સપોર્ટ ભવન ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ તકે મંત્રી માંડવિયાએ ટ્વીટમાં જણાવ્યું કે આ MoU અંતર્ગત લોથલ ખાતે આ રાષ્ટ્રીય દરિયાઇ હેરિટેજ કોમ્પ્લેક્ષને વિશ્વ કક્ષાના પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આ કરાર અંતર્ગત મ્યૂઝિયમમાં સંગ્રહાલય અને દરિયાઇ થીમ પાર્ક, પ્રકૃતિ સંરક્ષણ પાર્ક, દરિયાઇ શોધ સંસ્થાન, પ્રદર્શન સ્થળ અને ગેલેરીને વિક્સીત કરવામાં કેન્દ્રીય કલ્ચર મિનિસ્ટ્રીની સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ વિશેષજ્ઞતાનો સહયોગ મળશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના પુરાતત્વ સ્થળ લોથલમાં દેશનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેઝ મ્યૂઝિયમ કોમ્પ્લેક્ષ બનવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકારની સાગરમાલા પરિયોજના અંતર્ગત બનતા આ મ્યૂઝિયમમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પણ મહત્વની ભુમિકા નિભાવી રહ્યું છે. લોથલ દુનિયાનું સૌથી પહેલું બંદર હતું જે અંદાજે અઢી હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું. હેરિટેઝ કોમ્પ્લેક્ષનું પ્રથમ ચરણ જુલાઇ 2023માં પૂર્ણ થવાનો અંદાજ છે. આ કોમ્પ્લેક્ષ ભારતની સમૃદ્ધ અને વિવિધતાથી ભરપૂર દરિયાઇ વિરાસતને રજૂ કરશે. સાથે જ તે ભારતના દરિયાઇ જનજીવન સાથે જોડાયેલી ઐતિહાસિક તથ્યોને રજૂ કરશે જે જાણી પર્યટકોને ખુબ જ રસ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.