Abtak Media Google News

નહેરૂ પર્વતારોહણ સંસ્થાનમાં પર્વતારોહણની તાલીમ મેળવી: હવે હિમાલય સર કરવા ઉત્સુક

મૂળ જામજોધપૂરનાં વતની અને છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા યુવા સાહસીક ધવલ સાદરીયાએ ગત મહિનામાં ઉતરકાશી સ્થિત એશીયાની નામાંકિત એવી નહેરૂ પર્વતારોહણ સંસ્થાનમાં ૨૮ દિવસની કઠીન પર્વતરોહણની તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. હિમાલયના છ હજાર મીટરથી ઉંચા અને દુર્ગમ પહાડોનું આરોહણ કરવા માટે જરૂરી એવા એક આઈસ, સ્નો ક્રાફટ, રેસ્કયુ કિવાસ ક્રોસીંગ મેપ રીડીંગ જેવા પાસાઓનો સઘન અભ્યાસ કરેલ છે. ૧૨૩૦૦ ફૂટ ઉંચાઈએ માઈનસ ૩ થી ૪ ડિગ્રી તાપમાનમાં ગ્લેશિયરમાં ૧૩ દિવસની આકરી તાલીમ બાદ હવે પછી તેઓ અધીકૃત રીતે હિમાલયનાં ઉંચા પહાડો સર કરવા એનઆઈએમ દ્વારા પ્રમારીત બન્યા છે. ધવલ સાદરીયા પરિવાર તથા રાજકોટનું ગૌરવ વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.