Abtak Media Google News

જામનગર મહા નગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મેળો ખુલ્લો મુકવા માટે નો કાર્યક્રમ અગાઉ મોકૂફ રખાયા પછી શનિવારે મેળા નો પ્રારંભ કરાયો છે, અને જામનગર જિલ્લાના સાંસદ મેયર અને ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જામનગર મહા નગરપાલિકા દ્વારા  સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે,  જેનું વિધિવત ઉદ્ઘાટન શહેરના પ્રથમ નાગરિક મેયર  બીનાબેન કોઠારી ના હસ્તે કરવામાં આવ્યું હતું, આ શ્રાવણી લોકમેળામાં વિવિધ પ્રકારની મશીન મનોરંજન રાઈડસ, ચિલ્ડ્રન માટેની રાઈડસ,  વિવિધ પ્રકારના રમકડાના સ્ટોલ, જામનગરની સ્વાદપ્રિય જનતા માટે , તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત યુ.સી.ડી. વિભાગના સ્વસહાય જૂથના બહેનો દ્વારા પણ હસ્તકલાના વિવિધ સ્ટોલમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ સુહાસીની સ્વસહાય જૂથના બહેનો દ્વારા ગાય માતાના ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ ,અગરબત્તી,  ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને ઘર સુશોભન ની વિવિધ વસ્તુઓનું વેચાણ પણ અહીં કરવામાં આવી રહ્યું છે.  શનિવારે સાંજે યોજાયેલા ઉદ્દઘાટન સમારોહમાં સાંસદ   પૂનમબેન મેડમે શહેર-જિલ્લાની ઉત્સવ પ્રેમી જનતાને આ લોકમેળાની મોજ માણવા આવાહન કર્યું હતું,મનપાના સર્વે પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ  ધારાસભ્ય  દ્વારા લોકમેળાની વિવિધ રાઈટ્સ ઉત્સાહભેર જોડાયા હતા.

મહાનગરપાલિકા આયોજીત મેળાનો મેયર, સાંસદ-ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રારંભ

Img 20230827 Wa0040

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ને શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી ,ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા ,શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન   મનીષભાઈ કનખરા , મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી   મુકેશભાઈ વરણવા , આસિસ્ટન્ટ કમિશનર કોમલબેન પટેલ, તમામ મ્યુનિસિપલ સભ્યઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.  લાખાબાવળના માનવસેવા સંચાલિત આશ્રમના ગરીબ- અનાથ બાળકોને સૌપ્રથમ વિનામુલ્યે મેળા વિવિધ રાઈડસમાં બેસાડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઠનિવારે શ્રાવણી મેળાનો પ્રારંભ કરાયો હતો અને મેયર અને સાંસદની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકાયો હતો, ત્યારબાદ રાઈડ સંચાલકો દ્વારા પણ ગરીબ અને અનાથ બાળકોને મેળા નું સૌ પ્રથમ પૂરું વિનામૂલ્ય મનોરંજન પૂરું પાડયું ત્યાર પછીજ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે મેળાના આનંદ સાથે ગરીબ અનાથ બાળકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.

જામનગર મહાનગર પાલિકા ના સંચાલક શબ્બીરભાઈ હાસમભાઇ અખાણી અને તેમની ટીમના નિલેશભાઈ,હિતેશભાઈ, જીજ્ઞેશભાઈ વગેરે દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ નાની-મોટી અવનવી મશીન મનોરંજન ની રાઈડ નું સંચાલન કરવાની સાથે સાથે સૌપ્રથમ અનાથ બાળકોને જ મનોરંજન પૂરું પાડવા ની પરંપરા જાળવી હતી.

જામનગર નજીક લાખાબાવળ ગામમાં આવેલી માનવસેવા સંચાલિત આશ્રમશાળા ના 175 જેટલા બાળકો કે જેઓ સંપૂર્ણપણે ગરીબ અને અનાથ છે, અને તેઓના જીવનમાં જીવનમાં પણ મનોરંજન પૂરું પાડવાના ભાગરૂપે મેળા સંચાલકો દ્વારા સૌ પ્રથમ તેઓને વિવિધ  રાઈડ માં બેસાડીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

એટલું જ માત્ર નહીં તેઓને આઈસ્ક્રીમ, ચોકલેટ, બિસ્કીટ વગેરે વગેરેનો નાસ્તો કરાવ્યો હતો, અને ત્યારબાદ તમામ બાળકોને રમકડા પણ વિના મૂલ્ય આપવામાં આવ્યા હતા. જેથી તમામ બાળકોએ મેળા નો ભરપૂર આનંદ માણ્યો હતો, અને આયોજકોની ટીમનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.