Abtak Media Google News

ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા ભાજપ ફુલ ફલેજ ઈલેકશન મોડમાં

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો બે દિવસીય ગુજરાત પ્રવાસ સંપૂર્ણ પણે ચૂંટણી લક્ષી રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનાં સંમેલનમાં  તમામને ચૂંટણી માટે તૈયાર રહેવાનો ઈશારો
  • ભાજપના સંગઠનના હોદેદારો સાથેની બેઠકમાં પણ ચૂંટણીની વ્યુહ રચનાની માહિતી અપાશે: મેયર કોન્ફરન્સ પણ મહત્વ પૂર્ણ : કાર્યકરોમાં ભારે ઉત્સાહ
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ડો.ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા સહિતના આગેવાનોએ જે.પી.નડ્ડાને એરપોર્ટ પર પુષ્પગુચ્છ આપી આવકાર્યા
  • એરપોર્ટથી લઇ રેસકોર્ષ સુધી ભાજપના કાર્યકરોનો જમાવડો: રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલા જે.પી.નડ્ડાનું રજવાડી સ્વાગત: ભારત માતા કી જય, વંદે માતરમ્ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું
  • વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટ ગુજરાતમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત અપાવવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને રાષ્ટ્રીય અધ્યક્ષનું આહવાન

ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી. નડ્ડા આજથી બે દિવસ માટે ગુજરાતનાં  પ્રવાસે આવ્યા છે. તેઓને આ પ્રવાસ સંપૂર્ણ પણે ચૂંટણી લક્ષી છે. કારણ કે  દિવાળી આસપાસ  ગમે ત્યારે ગુજરાત   વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર  થવાની  સંભાવના જણાય રહી છે. ત્યારે આજે જે.પી. નડ્ડાએ ગુજરાતમાં  ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી  દીધા છે. રાજયમા ભાજપના પ્રતીક પરથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથેના  સંમેલનમાં આજે તેઓએ તમામને ચૂંટણી માટે તૈયાર  રહેવાનો  ઈશારો કરી દીધો હતો.

Img 20220920 Wa0295Img 20220920 Wa0296Img 20220920 Wa0305Img 20220920 Wa0308

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાતનો પ્રવાસ ખૂબજ મહત્વનો  માનવામાં આવી રહ્યો છે.હાલ  રાજયમાં   આપનુંજોર વધી રહ્યું છે.કોંગ્રેસ પણ ખૂબજ સક્રિય બની છે. અને ગંભીરતા સાથે વચનોની લ્હાણી કરી રહી છે.ત્યારે જે.પી. નડ્ડાના  બે દિવસીય   ગુજરાતના પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ  કેન્દ્રીય  ગૃહમંત્રી  અમિત શાહ અને ત્યારબાદ   વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગુજરાતના પ્રવાસે  આવશે સત્તાધારી પક્ષ ભાજપ  સંપૂર્ણ  પણે ઈલેકશન મોડમાં આવી ગયું છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યમાં ફરી એકવાર ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થાય તેવા બૂલંદ ઇરાદા સાથે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ગુજરાતની મૂલાકાત દરમિયાન ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. તેઓનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જે.પી.નડ્ડા રાજકોટમાં રાજ્યભરના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના સંમેલનને સંબોધ્યું હતું  સાંજે મોરબીમાં વિશાળ રોડ-શો યોજશે.

ભાજપ કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઇ-બાઇક થઇ રાજ્યનાં ખેડૂતોને ઉપયોગી માહિતી આપવાના કાર્યક્રમનો આજે સવારે જે.પી.નડ્ડાએ વિધિવત આરંભ કરાવ્યો હતો. તેઓએ ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્યની 143 વિધાનસભા બેઠક પર આશરે 12 ઇ-બાઇક દ્વારા ખેડૂતોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવશે.

આજે બપોરે તેઓનું રાજકોટ એરપોર્ટ પર આગમન થતા શહેર ભાજપ દ્વારા તેઓનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટથી રેસકોર્ષ મેદાન સુધી યુવા ભાજપ અને મહિલા મોરચાના કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલા જે.પી.નડ્ડાને ઉમળકાભેર આવકાર્યા હતા.

ગુજરાત ભાજપના મેન્ડેટ ઉપર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જનપ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે યોજાયું હતુ.

Img 20220920 Wa0320Img 20220920 Wa0305Img 20220920 Wa0316Img 20220920 Wa0296

બપોરે રાજકોટ એરપોર્ટ ખાતે જે.પી.નડ્ડાનું આગમન થતાંની સાથે વાતાવરણ વંદે માતરમ્ ભારત માતા કી જયના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ મંડળીઓની ગરબા રમઝટ, સિદ્ી બાદશાહના નૃત્ય અને તરણેતરની છત્રી સાથે પ્રમુખને આવકારવામાં આવ્યા હતા. એરપોર્ટથી સભા સ્થળ અર્થાત્ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભાજપના કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ભાજપના પ્રતિક પરથી ચુંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો, મહાનગર પાલિકાના નગરસેવકો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને સંબોધતા જે.પી.નડ્ડાએ તમામને ફરી એક વખત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બહુમતી સાથે ભાજપ ફરી સત્તારૂઢ થાય તે માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવા હાંકલ કરી હતી. ઉમેદવાર કોઇપણ હોય કમળને જીતાડવા તમામને તન, મન, ધનથી કામે લાગી જવા તેઓએ આહવાન કર્યું હતું. તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાજપ ચૂંટણી સમયે દેખાય તેવી પાર્ટી નથી પરંતુ કાયમ માટે લોકોની વચ્ચે રહેનારી પાર્ટી છે. લોકડાઉનમાં ભાજપના કાર્યકરોએ સતત લોકોની ખેવના કરી હતી. પરિણામે દેશમાં આજે સૌથી વધુ જનતાની સેવા કરવાનો અવસર ભાજપને મળ્યો છે. ચૂંટણી સમયે વચનોથી લ્હાણી કરતા લોકો અને રાજકીય પક્ષોથી નાશીપાસ થવાને બદલે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના વતન એવા ગુજરાતમાં ફરી રેકોર્ડબ્રેક બહુમતી સાથે ભાજપ સત્તારૂઢ થાય તે દિશામાં તમામ કાર્યકરોને અપિલ કરી છે.

આ સંમેલનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રદેશના પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા અને સહકાર ક્ષેત્રે ભાજપના જે કાર્યકરો વિજેતા બન્યા છે તે તમામ લોકો જનપ્રતિનિધિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

તેઓ સાંજે મોરબી ખાતે  જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય રોડ-શો યોજશે. આ રોડ-શોમાં ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાત્રે 8.30 કલાકે વિરાંજલી કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિત રહેશે.કાલે ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યાર બાદ અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકો સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.

  • ખેડુતોને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે: નડ્ડા
  • નમો ખેડુત પંચાયતનો આરંભ કરાવતા  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

Img 20220920 Wa0057 1 Img 20220920 Wa0152

ભાજપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ‘નમો ખેડુત પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત ઇ-બાઇક પર 32 ઇંચની એલઇડી ફિટ ટીવીના માધ્યમથી પ્રચાર-પ્રસાર માટેની ઈ-બાઇકની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.             નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ બજેટમાં પણ લગભગ છ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 11 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં દર ત્રીજે મહિને 2,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરાવીને લગભગ 1,36,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. દેશભરના ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વીમા યોજના “ઇ મંડી” માર્કેટ જેવી અનેક યોજનાઓ લાગુ કરીને ખેડૂતોને સશક્ત કરવાનું ખૂબ મોટું કામ દેશમાં કર્યું છે. ગુજરાત સરકારે પણ ખેડૂતોને વગર વ્યાજની લોન આપીને ખેડૂતોને પગભર કરવાનું કામ કર્યું છે ખેડૂતે કોઈની સામે અત્યારે હાથ ફેલાવવા પડતા નથી. નેનો યુરિયાનું ઉત્પાદન ગુજરાતમાં

ઇફકોના મારફતે થવા જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોએ યુરિયાની બોરીનું વજન નહિ ઉંચકવું પડે પરંતુ માત્ર એક નાની બોટલમાં નેનો યુરિયા લઈ જઈ શકશે.

સી.આર.પાટીલ જણાવ્યું કે, આ વખતે સારો વરસાદ થવાથી ખેડૂતોને પાક સારો થશે અને આવકમાં પણ વધારો થશે જેથી ખેડૂત સમૃદ્ધ થશે તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા  ના નેતૃત્વમાં રોડ-શોના માધ્યમથી કાર્યકર્તાઓ દ્વારા લોકો સુધી પહોચવાનો પ્રયાસ છે.

  • મોરબીમાં બાયપાસથી ટાઉન હોલ સુધી રોડ-શો

મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.વધુમાં આ રોડ શો માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ગુજરાત ભરના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાય તેવી શકયતાઓ હાલ સેવાઇ રહી છે.

સાંજે 4:00 વાગ્યે મોરબી બાયપાસ થી શરૂ થનાર આ રોડ શો સ્કાય મોલ, ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, સરદારબાગ થી લાતીપ્લોટ ચોક, રામ ચોક ત્યાંથી જુના બસ સ્ટેન્ડ તરફ અને બાદમાં નહેરુ ગેટ થઈને યદુનંદન ચોક પાસેથી પસાર થઈને ટાઉનહોલ ખાતે પૂર્ણ થવાનો છે તેમજ અલગ અલગ પોઇન્ટ પર અલગ અલગ તાલુકાઓ તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી.નડ્ડાનું સ્વાગત પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.