Abtak Media Google News

સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી માટે તેમના વિરુદ્ધ કોર્ટમાં કંટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી

ક્રિકેટર એમએસ ધોનીએ આBપીએસ અધિકારી જી સંપત કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી માટે તેમના વિરુદ્ધ કોર્ટમાં કંટેમ્પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી છે. સંપત કુમાર દ્વારા ધોની દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ દાવામાં વધારાનું લેખિત નિવેદન દાખલ કરવામાં આવ્યું હતું જેમાં તેની સામે મેચ ફિક્સિંગના આરોપો કરવા અધિકારી અને ઝી મીડિયા કોર્પોરેશન પાસેથી 100 કરોડ રૂપિયાના નુકસાનની માંગ કરવામાં આવી હતી.

સંપત કુમાર દ્વારા 17 ડિસેમ્બર 2021ના રોજ દાખલ કરવામાં આવેલ વધારાના લેખિત નિવેદનમાં તેમણે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ ન્યાયાલય સામે નિંદાત્મક નિવેદનો કર્યા હતા. આBપીએસ અધિકારીની અરજીમાં આવા નિવેદનોને ઉજાગર કરતાં ધોનીએ કહ્યું હતું કે, જસ્ટિસ મુદગલ કમિટી 2013ના મેચ ફિક્સિંગ આરોપોની તપાસ માટે Bનાવવામાં આવેલી સમિતીની જુબાની સ્થગિત કરી હતી અને તે સમજવામાં નિષ્ફળ ગયેલા કારણોસર તેને સીલબંધ કવરમાં રાખ્યું હતું.

તેણે વધુમાં ઉમેર્યું હતું કે સીબીઆઈ અધિકારી વિવેક પ્રિયંદર્શિનીને તપાસ માટે સીલબંધ કવર ન આપવાનો સર્વોચ્ચ અદાલતનો હેતુ હતો, એમ ધોનીએ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત અધિકારીએ મદ્રાસ હાઈકોર્ટને બદનામ અને કોર્ટનો અનાદર કર્યો હતો અને તમિલનાડુના એડવોકેટ જનરલની ઓફિસ સહિત કોર્ટના નિયુક્ત વરિષ્ઠ વકીલો સામે ખોટા આક્ષેપો કર્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીનું માનવું છે કે કોર્ટ તેની અરજીને સ્વીકારે અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઉપર આકરા પગલા લ્યે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.