Abtak Media Google News

આવકવેરા વિભાગે ગુજરાતમાં હેલ્પલાઇન લોન્ચ કરી !!!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે હવે મતદારોને રિઝવવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓ નાણાનો ઉપયોગ કરતા નજરે પડશે પરંતુ હવે કાળા નાણા એટલે કે કોઈપણ રીતે મતદારોને રીઝવવા માટે જો કોઈ રાજકીય પાર્ટી ભાર એટલે કે જોર કરશે તો તેની ખેર નથી કારણકે આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત ખાતે હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ગેર પ્રવૃત્તિ થતી હોય તો તે અંગેની માહિતી આવકવેરા વિભાગને હેલ્પ લાઈન મારફતે આપી શકશે અને જે તે વ્યક્તિ ઉપર આવકવેરા વિભાગ દ્વારા તવાઈ પણ બોલાવવામાં આવશે.

બીજી તરફ આવકવેરા વિભાગ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે પણ કરચોરી કરતી પેઢીઓ અથવા તો કરદાતાઓ છે તેના ઉપર આકરા પગલા લેવામાં આવે આ વાતને વળગી ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી પણ હાથ ધરાઇ હતી પરંતુ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા દરેક રાજકીય પક્ષ દ્વારા રૂપિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે ત્યારે આ ફેરા વિભાગ આ પ્રકારની કોઈપણ ગેરરીતિ અને ગેર પ્રવૃતિને ચલાવી નહીં લે અને તેઓએ પ્રજાને પણ અપીલ કરી છે અને હેલ્પલાઇન નંBરો પણ ઘોષિત કર્યા છે જેના ઉપર લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે ને કેવા પ્રકારની કોઈપણ પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોય તો તે અંગેની વિગતો પણ આપી શકશે. જે ટોલફ્રી નંBર આપવામાં આવ્યા છે તે, 1800-599-99999 અથવા લોકો cleangujarat election income tax.gov.in.tnn  ઉપર મેલ કરી પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

ચૂંટણી તારીખો જાહેર થતા દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે પોતાના મતદારોને રીઝવવા અનેકવિધ પ્રકાર ના પ્રયત્નો કરતા હોય છે ત્યારે કોઈ આર્થિક સહાય અથવા તો ભેટ આપતા હોવાની જાણ થતા છે જાગૃત નાગરિકો દ્વારા આ અંગે આકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાBન ઉપર માહિતી આપી શકશે અને તેના ઉપર આખરી કાર્યવાહી પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.