Abtak Media Google News

દિવાળીના ખાસ દિવસે નીતા અંબાણીને તેમના પતિ મુકેશ અંબાણીએ ખૂબ જ ખાસ અને મોટી ભેટ આપી હતી. રસપ્રદ વાત એ છે કે મુકેશ અંબાણીએ કરોડોની ગિફ્ટ આપી હતી. અહેવાલો અનુસાર મુકેશ અંબાણીએ દિવાળીના અવસર પર નીતા અંબાણીને રોલ્સ રોયસ કુલીનન બેજ કાર ભેટમાં આપી હતી. રસપ્રદ વાત એ છે કે તે ભારતની સૌથી મોંઘી કારમાંથી એક છે.

આ એસયુવી કારની કિંમત છે અધધધ 10 કરોડ રૂપિયા

 ભારતના અબજોપતિ બિઝનેસમેન મૂકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણીને તાજેતરમાં દેશની સૌથી મોંઘી કાર એસયુવી ભેટમાં આપી હતી.આ કારની કિંમત અધધધ 10 કરોડની છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નીતા અંબાણીનો જન્મ દિવસ હતો. આ SUVનું નામ Rolls Royce Cullinan Black Badge છે. તેની કિંમત કરોડો રૂપિયામાં છે. મુકેશ અંબાણી પહેલા પણ નીતા અંબાણીને ઘણી ભેટ આપી ચૂક્યા છે. મુકેશ અંબાણીએ એકવાર નીતા અંબાણીને કરોડો રૂપિયાનું લક્ઝરી જેટ ગિફ્ટ કર્યું હતું.Whatsapp Image 2023 11 11 At 16.31.17 A0198A65 નીતા અંબાણીને ભેટમાં આપવામાં આવેલી આ SUV કાર લાલ રંગની છે. તે હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર ઝેડ+ સિક્યોરિટીની વચ્ચે સુરક્ષાથી ઘેરાયેલી જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીને ગિફ્ટમાં મળેલી આ SUVની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની પાસે એકથી એક ચઢિયાતી ગાડીઓ છે. તેમાં રોલ્સ રોયસ, બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઓડી, લેક્સસ, વોલ્વો અને ટોયોટા વગેરેનો સમાવેશ થાય છે.

આ તમામની કિંમત કરોડો રૂપિયામાં છે. અંબાણી પરિવારના તમામ સભ્યો પાસે એક એક જોરદાર લક્ઝરી ગાડીઓ છે. રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં આવેલા અંબાણીના ઘરના ગેરેજમાં 150થી વધુ ગાડીઓ છે. હવે તેમાં કુલીન બ્લેક બેજ કાર પણ સામેલ થઈ ગઈ છે. આ કારને જોનારા લોકો તેને જોતા જ રહી જાય છે. આ લક્ઝરી SUVનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.