Abtak Media Google News

અર્થતંત્ર ટનાટન

એપ્રિલ 1થી જુલાઈ 17 સુધીમાં 1262 ગાડીઓનું વેચાણ થયું

અર્થતંત્ર ટનાટન થતા અને લોકોની ખરીદશક્તિ વધતા 15 લાખથી વધુ કિંમતની ગાડીઓનું વેચાણ અધધ વધી રહ્યું છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ 1262 ગાડીઓ નું વેચાણ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં આંકડો ગત વર્ષના આંકડાને પણ પાર કરશે તેવી આશા ઓટોમોબાઇલ ક્ષેત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.  વર્ષ 2022-23માં 15 લાખથી વધુની કિંમતની કુલ 3146 ગાડીઓનું વેચાણ થયું હતું. જે વર્ષ 2021-22માં 1040 હતું.

મળતી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 100 દિવસમાં 15 લાખથી વધુ કિંમતની ગાડી જેટલી વેચાય છે તે કુલ ગાડી વર્ષ 2021-22 માં વેચાય હતી જે સ્પષ્ટ સૂચવે છે કે ફોટો મોબાઈલ ક્ષેત્ર હવે જેટ ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રીમિયમ ગાડીઓમાં નવા મોડેલ્સ, નવા ફીચર્સ સાથે લોન્ચ થયા હોવાથી વધારે ગ્રાહકો આકર્ષાયા છે. સૌથી મહત્વનું કારણ એવું છે કે પ્રીમિયમ ગાડીઓ જે લોકોને વેચવામાં આવે છે તેમની આવક વધારે ઝડપથી વધી રહી હોવાથી આવી ગાડીઓની માંગ ઉપર કોઈ અસર જોવા મળી રહી નથી.  રૂ.15 લાખ કરતા વધારે કિંમતની ગાડીઓનું વેચાણ 38 ટકા વધ્યું હતું.

વેચાણ વધવાની સાથે પ્રીમિયમ ગાડીઓનો કુલ વેચાણમાં હિસ્સો 25 ટકાથી વધી 30 ટકા થઇ ગયો છે.  વિવિધ એસોસિએશનના ચેરમેનોનું માનવું છે કે, કોરોના કાર બાદ વ્યક્તિગત મુસાફરી માટે લોકો વધુ જાગૃત બન્યા છે અને તેઓ સારા ફીચર વાડી ગાડી લેવાનું વધુને વધુ પસંદ કરે છે ત્યારે આવનારા દિવસોમાં હવે લક્ઝરી ગાડી ના વેચાણમાં વધારો થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.