Abtak Media Google News

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એન્ટિલિયા દેશના ટોપ-10 સૌથી મોંઘા મકાનોમાં પ્રથમ સ્થાને છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર ઊભી કરાયેલી આ 27 માળની આલીશાન બિલ્ડિંગની અંદાજિત કિંમત 12,000 કરોડ રૂપિયા છે. ગુરુવારે સાંજે આ ઘરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ એન્ગેજમેન્ટ સેરેમની યોજાવા જઈ રહી છે.

ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓ કૌટુંબિક મંદિર અને નિવાસસ્થાનના સમારંભ યોજવાના સ્થળે ખૂબ જ ઉત્સાહથી નિભાવવામાં આવી હતી, આ ઉપરાંત પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

Anant Ambani And Radhika Marchant2 97138629

ગોળ ધાણા ગુજરાતી પરંપરાઓમાં આ લગ્ન પહેલાનો સમારંભ છે, જે સગાઈ સમાન છે. ગોળ-ધાણા વરરાજાના નિવાસસ્થાને વિતરિત કરવામાં આવે છે. કન્યાનો પરિવાર વરરાજાના નિવાસસ્થાને ભેટો અને મીઠાઈઓ સાથે આવે છે અને પછી યુગલ એકબીજાને રિંગ્સ પહેરાવી હતી. રિંગ્સની આપ-લે કર્યા પછી દંપતી તેમના વડીલોના આશીર્વાદ લીધા હતા.

 

 શ્રીનાથજીના મંદિરે રોકા સેરેમની : મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટના સ્વાગત માટે એન્ટિલિયામાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાધિકા દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી છે.(Photo Credit : Dishya Sharma)
સાંજના પ્રસંગની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોએ અનંતની બહેન ઈશાની આગેવાનીમાં રાધિકા અને તેમના પરિવારને સાંજના ફંક્શનમાં આમંત્રિત કરવા મર્ચન્ટ પરિવારના ઘરે જઈને થઈ હતી. અંબાણી પરિવારે તેમના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે મર્ચન્ટ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 એન્ગેજમેન્ટ સેરેમની પહેલા અંબાણી પરિવારની ઝલક જોવા મળી હતી. આખો અંબાણી પરિવાર આ જશ્નના માહોલમાં ખુબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.(Photo Credit : Viral Bhayani)

બંને પરિવારો અનંત અને રાધિકા સાથે તેમના ભાવિ બંધન અને સાંજના સમારંભો માટે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ સ્થળ પર ગયા અને ત્યારબાદ ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી પરંપરાગત લગ્ન પત્રિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરી હતી.

Whatsapp Image 2023-01-19 At 6.41.23 Pm.

ત્યારબાદ બહેન ઈશાએ રિંગ સેરેમનીની શરૂઆતની જાહેરાત કરી અને અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માંગ્યા હતા.
અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને આજની સગાઈની વિધિ તેમને આગામી મહિનાઓમાં તેમના લગ્નની વધુ નજીક લાવે છે.

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં આરઆઇએલના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. શૈલા અને વિરેન મર્ચન્ટની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.