Abtak Media Google News

કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, વૈજ્ઞાનિકો-ડોકટરો સતત પ્રયાસમાં જુટાયા છે. કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કાળો આતંક વરસાવી દીધો છે. પરંતુ હાલ ભારત અને ગુજરાતની કોરોનાની સ્થિતિ વિપરીત દિશામાં જઈ રહી હોય તેવું લાગે છે. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.તો સામે ગુજરાતમાં કેસ ઘટતાજઈ રહ્યા છે.‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ હોય તેમ પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકનાં સમય ગાળામાં રાજયના નવા કેસ 6 ટકા ઘટી ગયા છે. આ ઘટાડો ભલે નજીવો એવો છે. પરંતુ તે કોઈ મોટી રાહતથી કમ નથી. લોકોને કોરોનાના ડરમાથી બહાર કાઢી હિંમત આપવા તેમજ કોરોના વિરુદ્ધની લડાઈ વધુ મજબૂત બનાવવા “અબતક” દ્વારા “ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ મુહિમને તંત્ર, સમાજ શ્રેષ્ઠીઓ આવકારી સમર્થન પાઠવી રહ્યા છે ત્યારે આ અંગે કરુણાનિધિ ફાઉન્ડેશન ટ્રસ્ટ- રાજકોટ દ્વારા જણાવાયું છે કે થોડાક દિવસોથી ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે કોરોના મહામારી ની સામે આજે ગુજરાત રાજ્ય જે રીતે લડી રહ્યું છે ખરા અર્થમાં ગુજરાત હવે જાગી ગયું છે કરુણાનિધિ ફાઉન્ડેશન ટ્રસ્ટ પણ અત્યારે ખૂબ કામગીરી કરી રહ્યું છે. ગરીબ-મધ્યમવર્ગને સહાય પૂરી પાડવાની અમે નેમ જે શરૂ કરી હતી આજે આ મહામારીમાં ખૂબ જ કામ આવી રહી છે તેમજ મુંગા પશુ પક્ષીઓની જે સેવા પણ આ કપરા સમય માં અમે ઉત્સાહભેર કરી રહ્યા છીએ.

Vlcsnap 2021 05 03 08H37M27S863

ખાસ કરીને અત્યારની સ્થિતીજે છે  કોરોનાના દર્દીઓની તેમાં રિકવરી રેટ ખૂબ સારો આવી રહ્યો છે દર્દીઓ જે રીતના સાજા થઇ રહ્યા છે આ મહામારીની સામે લડાઈ કરી તે પણ સરાહનીય બાબત છે લોકો જાગૃતા જોવા મળી રહી  મુક્તિધામ ( સમશાન) ખાતે વેઇટિંગ ઘટી ગયું છે મૃત્યુનો આંક અત્યારે ઘટી રહ્યો છે એ ખૂબ સારા સમાચાર કહી શકાય એમ્બુલન્સ ની લાઈનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મીડિયાની ભૂમિકા જે અબતક દ્વારા ભજવવામાં આવી રહી છે જે પોઝિટીવ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે જે મુહિમ શરૂ કરવામાં આવી છે ગુજરાત જાગ્યું  કોરોના ભાગ્યું અમે પણ આ મુહિમ માં જોડાયા છીએ અને લોકોને પણ અપીલ કરી છે કે આપણા આ મુહિમ જોડાવ અને કોરોના મુક્ત ગુજરાત બનાવીએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.