Abtak Media Google News
  • યશસ્વીની ‘યશસ્વી’ સધી એળે ગઈ : અનકેપ પ્લેયર હોવા છતાં આઇપીએલની 16મી સિઝનમાં સર્વાધિક સ્કોર નોંધાવવાનો ઇતિહાસ જૈસવાલે રચ્યો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલની 1000મી મેચ રમાઈ હતી . મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોસ હારીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. ખાસ ઊજવણી બાદ આજની મેચ શરુ થઈ હતી.રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનનો ઓપનર યશસ્વી જયસ્વાલે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને આઇપીએલની 16 મી સીઝનમાં સર્વાધિક સ્કોર નોંધાવી ઇતિહાસ રચ્યો હતો રહેલા યશસ્વી જયશ વાલે માત્ર 62 બોલમાં જ 124 રન ફટકાર્યા હતા. 20 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 212 રન રહ્યો હતો. અંતે 1000મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી જીત મેળવી હતી.
બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સની શરુઆત ખરાબ રહી હતી.  બર્થડે બોય કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશન અને કેમરુન ગ્રીને તે સમયે મુંબઈની ઈનિંગ સંભાળી હતી. તેમના આઉટ થયા બાદ સૂર્યાકુમાર યાદવનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. સૂર્યકુમારના આઉટ થયા બાદ ટિમ ડેવિડે અંતિમ ઓવર સુધી મુંબઈની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી ઓવરમાં જ્યાં 6 બોલમાં 17 રનની જરુર હતી. ત્યાં તેણે 3 સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં મુંબઈ ઇન્ડિયન સે રાજસ્થાની પછડાટ આપી હતી
રાજસ્થાન અને મુંબઈ વચ્ચે આઈપીએલ ઈતિહાસની 1000મી આઈપીએલ મેચ રમાઈ હતી. કેપ્ટન રોહિત શર્મા બર્થ ડેના દિવસે મુંબઈ માટે આઈપીએલની 150 મેચ રમી હતી. રોહિત શર્મા મુંબઈ માટે સૌથી વધારે મેચ રમનાર ખેલાડી બન્યો છે. બટલર અને જયસ્વાલે ઓપનર તરીકે 8મી વાર 50 રનથી વધુની પાર્ટનરશિપ કરી હતી. યશસ્વી જયસ્વાલે આજે આઈપીએલ કરિયરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે અનકેપ્ડ પ્લેયર તરીકે આઈપીએલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.સૌથી નાની ઉંમરમાં સેન્ચુરી ફટકારા ખેલાડીઓની લિસ્ટમાં ચોથા ક્રમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.