Abtak Media Google News

પ્રથમ અને બીજા ક્રમે દિલ્હીને ચેન્નઈ, જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે આરસીબી અને કલકત્તા 

આઇપીએલ પ્લેઓફની ચાર ટીમ નિર્ધારિત ભાઈ ચૂકી છે જેમાં પ્રથમ ક્રમે દિલ્હી તો બીજા ક્રમે ચેન્નાઈએ પોતાનું સ્થાન નક્કી કર્યું છે એવી જ રીતે ત્રીજા સ્થાન પર બેંગલોર અને ચોથા સ્થાન પર કલકત્તા એ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્લેઓફમાં પ્રથમ બે ટીમને ફાઈનલમાં પહોંચવાની સુવર્ણ તક મળી રહેશે તો સામે ત્રીજા અને ચોથા ક્રમની ટીમ ના મેચમાં જે ટીમનો પરાજય થશે તે ટીમ આઇપીએલ માંથી નીકળી જશે.

પ્લેઓફમાં ક્વોલિફાઈ થવા માટે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાયો હતો જેમાં પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ની ટીમે 235 રનનો જંગી સ્કોર હૈદરાબાદને આપ્યો હતો. એટલું જ નહીં મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદની ટીમ ને માત્ર ૬૦ રનમાં જ ઓલઆઉટ કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી જો આ કાર્ય કરવામાં મુંબઈ સફર થાત તો તે પ્લે ઓફમાં પહોંચી શકત, પરંતુ ચિત્ર અલગ જ સામે ઉદભવી થયું હતું અને મુંબઈ માત્ર ૪૨ રનથી જીત મેળવી શક્યું હતું.

હાલ આઇપીએલ પ્લેઓફ ના મેચ શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે પ્રથમ બે ગ્રામ પર રહેલી ટીમ મેચમાં જીત હાંસલ કરી લીધું ફાઈનલમાં પહોંચવા માટે ની રણનીતિ તૈયાર કરશે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે જેમાં બંને ટીમ પોતાની જીતની દાવેદારી મજબૂત બનાવવા માટે પ્રયત્ન હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.