Abtak Media Google News

ઇન્ડિયન પ્રીમિયર લીગની અન્ય ટીમોની સરખામણીમાં મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ વધુ ‘સ્ટ્રોંગ’ બની

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન ડાર્ક હોર્સ સાબિત થઈ રહી છે કારણ કે શરૂઆતdના મેચોમાં જે રીતે ટીમનું પ્રદર્શન જોવા મળ્યું હતું તે બાદ હવે પ્લેઓફમાં પહોંચવા માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ દ્વારા જે રમત રમવામાં આવી છે તેનાથી અન્ય ટીમો ઉપર ચિંતા ના વાદળો ઘેરાઈ ગયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સિઝનમાં મુંબઈ ઇન્ડિયન એકમાત્ર એવી ટીમ ઊભરી આવી છે કે જે 200 રન ના લક્ષ્યાંકને પહોંચી પણ શકે છે અને પ્રથમ દાવ લઈ 200 થી વધુ રનનો લક્ષ્યાંક પણ ખડકી શકે છે. આની પાછળ સૌથી મોટું કારણ એ છે કે હવે મુંબઈ ઈન્ડીયન્સ ની બેટિંગ વધુ સ્ટ્રોંગ બની ગઈ છે. ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ આ વાક્યને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હે ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે અને જે કોઈ ટીમ આ વાતાવરણને તોડવામાં નિષ્ફળ નીકળશે તો તેમના માટે મુંબઇ ઇન્ડિયન્સ સામેના મેચ ખૂબ કપરા બનશે.

ગુજરાત ટાઇટન સામેના મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો કારણકે મુંબઇ ઇન્ડિયન્સ ચેઝ કરવામાં કોઈપણ ઝુમલાને પહોંચી વળે છે ત્યારે હાર્દિક પંડ્યા દ્વારા પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેતા મુંબઈની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેનઓએ 200 થી વધુ રનનો જંગી લક્ષ્યાંક ગુજરાત સામે મૂકી દીધો જેમાં સૂર્ય કુમાર યાદવ એ માત્ર 49 બોલમાં જ નાબાદ 103 રનની તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ સામે 27 રને વિજય નોંધાવ્યો હતો.

આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 103 રન ફટકાર્યા હતા. જેની મદદથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મેળવનારી મુંબઈ ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 218 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં લોઅર ઓર્ડરના બેટર રાશિદ ખાને 32 બોલમાં 79 રનની અણનમ ઈનિંગ્સ રમી હોવા છતાં તે ગુજરાતને જીતાડી શક્યો ન હતો. ગુજરાતે 20 ઓવરમાં આઠ વિકેટે 191 રન નોંધાવ્યા હતા. ગુજરાત સામે 219 રનનો લક્ષ્યાંક હતો પરંતુ બોલિંગ બાદ બેટિંગમાં પણ ગુજરાત ટાઈટન્સે તેના ચાહકોને નિરાશ કર્યા હતા.

રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઈનફોર્મ ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ટોચના ત્રણ બેટર બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા. સહા બે અને શુભમન ગિલ છ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જ્યારે વિજય શંકર 29 અને અભિનવ મુકુંદ બે રન નોંધાવીને આઉટ થયા હતા. 55 રનના સ્કોર પર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.