Abtak Media Google News

મુંબઈના પરા વિસ્તારની ટ્રેનો દોડાવવાની સુવિધા રેલ મંત્રાલયે આપી

જેઈઈ અને નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે રેલવે દ્વારા ખાસ ટ્રેનોની મંજૂરી આપવામાં આવી છે. અને પરીક્ષા સ્થળો સુધી પહોચવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ શરૂ કરવામાં આવેલી ટ્રેન સેવાનો ઉપયોગ કરી શકશે.

મુંબઈમાં પરિક્ષાનાં દિવસે ખાસ પરા વિસ્તારની ટ્રેનોની સુવિધા આપવામાં આવશે તેમ રેલવે મંત્રી પિયુષ ગોએલે જાહેરાત કરી હતી.

વિદ્યાર્થીઓને નીટ અને જેઈઈ પરિક્ષાઓમાં હાજરી આપવામાં મદદરૂપ થવા રેલવેએ તેમનો અને તેમના વાલીઓને ખાસ પરા વિસ્તારની ટ્રેનોની સેવમાં મુંબઈમાં પરિક્ષાના દિવસે સફર કરવાની મંજૂરી આપવામા આવી છે. અન્ય પેસેન્જરોને ભીડ ન કરવા અપીલ કરવામાં આવી હોવાનું ટવીટ સંદેશામાં જણાવાયું છે.

જયારે નેશનલ એલીબીલીટી કમ એન્ટ્રેમટેસ્ટ નીટ સપ્ટે. ૧૩ના યોજાશે. એન્જીનીયરીંગ એન્ટ્રસ ટેસ્ટ જેઈઈ મેઈન સપ્ટે. ૧ થી ૬ દરમિયાન યોજવાનું આયોજન કરાયું છે. લગભગ ૮.૫૬ લાખ ઉમેદવારોએ જેઈઈમેઈન અને ૧૫.૯૩ લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરીક્ષાઓ કોરોના મહામારી કટોકટીને લઈને બેવાર મુલતવી , કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો.

જેઈઈ નીટની પરીક્ષાને લઈ ઘણાખરા વિવાદો કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષોએ ઉભા કર્યા હતા પરંતુ યથાયોગ્ય સમયે જેઈઈ નીટની પરીક્ષા યોજવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકારને ભલામણ કરી નિર્ધારીત સમયમાં યોજવા માટે સહમતી દાખવી હતી પરંતુ પ્રશ્ર્ન હરહંમેશ એ ઉભો થયો છે કે, ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓએ જેઇઈ નીટની પરીક્ષા માટેના એડમીટ કાર્ડ એકત્રિત કરી લીધા છે પરંતુ તેમને યાતાયાત અને પરીવહનને લઈ ઘણા પ્રશ્ર્નો ઉભા થતા હોય છે. ગુજરાતમાં પણ જે વિદ્યાર્થીઓ જેઈઈ નીટની પરીક્ષાઓ આપી રહ્યા છે તેના માટે પરીવહનની વ્યવસ્થા ઉભી કરવા માટેની માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.