Abtak Media Google News
  • અખબારી જગતમાં ‘અબતક’ મીડિયા હાઉસે કંડારેલી નવી કેડીની ભરપૂર પ્રશંસા કરતા મ્યુનિ.કમિશનર
  • ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા પણ મહાઆરતીમાં સામેલ થયા’

‘અબતક’ મીડિયા હાઉસના આંગણે હાલ પૂર્ણ ભક્તિભાવ સાથે રંગેચંગે ગણેશ મહોત્સવની પાવનકારી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના શ્રેષ્ઠીઓ અને ઉચ્ચ અધિકારીઓ રોજ વિઘ્નહર્તાની મહાઆરતીનો અલભ્ય લ્હાવો લઇ રહ્યા છે. આજે રાજકોટ મહાનગર પાલિકાના મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ‘અબતક કા રાજા’ની મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. તેઓએ રાજકોટવાસીઓની સુખાકારીમાં સતત વધારો થાય અને શહેરનો વિકાસ આભને આંબે તેવી પ્રાર્થના ગજાનનને કરી હતી.

Dsc 0729

‘અબતક’ના આંગણે છેલ્લા એક દશકાથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ ગજાનનની આરાધના ‘અબતક’ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. ગઇકાલે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મહાઆરતીનો લ્હાવો લીધો હતો. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પણ ‘અબતક’ મીડિયા હાઉસના સ્નેહ નિતરતા નિમંત્રણનો સહર્ષ સ્વિકાર કર્યો હતો અને ગણેશ મહોત્સવના ચતુર્થ દિને તેઓએ ‘અબતક કા રાજા’ની મહાઆરતીની લાભ લઇ વિઘ્નહર્તાના હોંશભેર વધામણાં કર્યા હતા. તેઓની વિશેષ ઉપસ્થિતિથી ‘અબતક’ પરિવારના સભ્યોનો ઉત્સાહ બેવડાયો હતો.

અખબારી આલમમાં ‘અબતક’ દ્વારા કંડારવામાં આવેલી નવી કેડીની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ભરપૂર પ્રશંસા કરી હતી. સાથોસાથ એક અખબારી કચેરીમાં સમાચારોનું આંકલન કંઇ રીતે કરવામાં આવે છે તે અંગે પણ મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. ‘અબતક’માં એક મિની લાઇબ્રેરી જેવો વિભાગ છે. જ્યાં ભરપૂર જ્ઞાન પ્રદાન કરતાં પુસ્તકો વસાવવામાં આવ્યા છે. આ પુસ્તકો અંગે પણ મ્યુનિ.કમિશનરે ઝીણવટભરી માહિતી મેળવી હતી. સાથોસાથ મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા વાંચન શોખને પણ બિરદાવ્યો હતો. રાજકોટ શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામો સહિતના મુદ્ે તેઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. સાથોસાથ ‘અબતક કા રાજા’ ગણેશ મહોત્સવમાં મહાઆરતીનો લાભ લેવા માટે પરિવાર દ્વારા આપવામાં આવેલા આમંત્રણ બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. વિઘ્નહર્તાના વધામણાં કરી તેઓએ ભારે ધન્યતા અનુભવી હતી.

રાજકોટની સુખાકારી વધે તેવી ભગવાન ગજાનનને પ્રાર્થના: અમિત અરોરા

Dsc 0770

‘અબતક’ મીડિયા હાઉસના મોંઘેરા મહેમાન બનેલા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે વિઘ્નહર્તાની મહાઆરતી કર્યાં બાદ રાજકોટવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે રાજકોટવાસીઓની સુખાકારીમાં સતત વધારો થાય તેવી આજે હું ગજાનન સમક્ષ પ્રાર્થના કરૂં છું. રાજકોટનો વિકાસ આભને આંબે તેવી મારી ઇચ્છા છે. કોરોનામાં જે સ્થિતિ શહેરીજનોએ વેઠવી પડી હતી તેવી સ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ક્યારેય ન થાય તેવી હું ગજાનનને પ્રાર્થના કરૂં છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.