Abtak Media Google News

બે વર્ષમાં બીજી વખત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઝડપાયો: 18500નો મુદામાલ કબ્જે

શહેરનાં કોઠારીયા સોલવન્ટ વીસ્તારમાં ધો.9 પાસ સુધી અભ્યાસ કરેલો પરપ્રાંતીય શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રુ.18500 નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પ્રાપ્ત વીગત મુજબ શહેરનાં સ્લમ વીસ્તારમાં બની બેઠેલા મુનાભાઇ એમબીબીએસ પર તુટી પડવા પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.જે. જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મુળ પ.બંગાળનો અને કોઠારીયા સોલવન્ટ 25 વારીયા કવાર્ટરમાં રહેતો મલીક નીપુ કુમોદ રંજન મલીક નામનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની કોન્સ. સ્નેહલભાઇ ભાદરકાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી નીપુ મલીકની ધરપકડ કરી તેના કલીનીક માંથી રોકડ અને દવાઓ મળી 18500નો મુદામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા શખ્સની પ્રાથમીક પુછપરછમાં ર0ર0માં પણ પોલીસ ચોપડે ચડી ચુકયો છે.  અને ધો.9 સુધી અભ્યાસ કર્યો છે.છેલ્લા ર વર્ષથી રાજકોટમાં રહી ગેરકાયદેસર પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.