ગઢડા ચોહાલા ગામના મહંતની હત્યા: એક સામે નોંધાતો ગુનો

 

‘મે હનુમાનજી મહારાજના આશ્રમના સાધુને મારી નાખ્યો છે’ આરોપીનું રટણ: ચાર દિવસ બાદ મૃતદેહ કૂવામાંથી મળ્યો

 

અબતક,રાજકોટ

ગઢડા તાલુકાના ચોહાલાગામે રહેતા મહંતની હત્યામાં પોલીસેએક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આરોપી થોડા દિવસ પહેલા મેં હનુમાનજી મહારાજના આશ્રમના સાધુને મારી નાખ્યાનું રટણ રટતો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સાધુની ચાર દિવસ બાદ કુવામાંથી લાશ મલી આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડાના ચોહાલા ગામે હનુમાનજી મહારાજ આશ્રમે રહેતા મહંત રમેશભાઈ ઉફે રામદાસજી ગુરૂ મોહનદાસજી કાઠીયા છેલ્લા ચાર પાંચ દિવસથી લાપતા હોયજેથી પોલીસ અને પરિવારજનોએ તેઓની શોધખોળ હાથ ધરી હતી.

ત્યારબાદ ગત તા.20મી જાન્યુઆરીના આશ્રમની બાજુમાં આવલે અવાવરૂ કુવામાંથી મહંતની લાશ મળી આવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સે મહંતને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમા ખૂલ્યું હતુ.તો બીજીતરફ ગામવાસીઓ પોલીસનેજણાવ્યું હતુ કે નીતીન હરજી વણોદીયા ‘મેં હનુમાન આશ્રમા મહંતનેમારી નાખ્યા છે’ તેવું રટણ રટતો હોવાનું જણાવ્યું હતુ જેથીપોલીસ મૃતકના ભાઈની ફરિયાદ પરથી નીતીન વણોદીયા સામે હત્યાને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.