Abtak Media Google News

સુરત સમાચાર

સુરત શહેરમાં હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે સુરત સીટી ગ્રાન્ટ સીટી તરફ આગળ વધતું હોય તે પ્રકારના અનેક ગુનાઓ વધી રહ્યા છે ત્યારે ફરી વખત સુરત રક્તરંજીત બન્યું છે. સુરતના અઠવાગેટ વિસ્તારમાં યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી ઘટનાને પગલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.

.સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક યુવાનનું નામ પીન્ટુ નવસારી વાલા હોવાનું સામે આવ્યું હતું.. પીન્ટુ અઠવાગેટ વિસ્તારમાંથી પસાર થતો હતો એ દરમિયાન અજાણ્યા ઇસમો ત્યાં આવી ચડ્યા હતા અને પીન્ટુને છ જેટલા તીક્ષ્ણ હથિયાર ના ઘા જીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પીન્ટુનું ઘટના સ્થળે જ મોત થયું હતું પૈસાની લેતીદેતી માં યુવાનની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી હત્યારાઓ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.