Abtak Media Google News

સુરત શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાયબર ગઠીયાઓ અલગ-અલગ link મારફતે પણ પણ લોકોને છેતરતા હોય છે ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે જેમાં પીએમ વિકાસ યોજના નામની લીંક દ્વારા યુવકના નેટબેન્કિંગના યુઝરઆઈડી અને પાસવર્ડ ચોરી અજાણ્યાઓએ રૂપિયા 10 લાખની ઉચાપત કરવામાં આવી હતી ત્યારે આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીઓને ઝારખંડ ખાતેથી પકડી પડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતની છે જ્યાં ગઠીયાઓ દ્વારા પીએમ વિકાસ યોજના નામની લીંક બનાવીને છેતરપીંડ કરવાની ઘટના સામે આવી છે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળી હતી કે કેટલાક શખ્સો દ્વારા પીએમ વિકાસ યોજના નામની લીંક એક યુવકના મોબાઇલમાં મોકલવામાં આવી હતી જે લિંક દ્વારા યુવકના કંપનીના એક્સિસ બેન્કના કેસ ક્રેડિટ કરંટ એકાઉન્ટના નેટબેન્કિંગના યુઝરઆઈડી તથા પાસવર્ડ લીધા હતા.

લીંક મારફતે ઠગાઈ કરીને યુવકની મંજુરી વગર તેનું નેટબેન્કિંગ અકાઉન્ટ ઓપન કરી તેના બે એકાઉન્ટોમાં રૂપિયા 10 લાખ ટ્રાન્સફર કરાવ્યાની ફરિયાદ યુવકે સાયબર ક્રાઇમ પોલીસને કરી હતી જેના આધારે પોલીસે તપાસ કરી અને ઝારખંડની કુખ્યાત જામાતારા ગેંગના બે આરોપી સહજ ઉર્ફે અંકુર રાઠોડ અને શુભમ કુમાર ગુપ્તા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ લઈને કાર્યવાહી શરુ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.