Abtak Media Google News

ઉનામાં  શિશુભારતી શૈક્ષણિક  ના રંગમંચ પર ત્રિવિધ કાર્યક્રમ ” સંગીત સંધ્યા “, “વિચાર  ગોષ્ઠી ” તથા “ભૂતપૂર્વ  વિદ્યાર્થીઓનું સ્નેહ  મિલન ” નું આયોજન કરવામા આવ્યું જેમા ઉનાના ભારતીય  શાસ્ત્રીય સંગીત  સંસ્થાનમા અભ્યાસ કરતાં ક્રિષ્નન્ મહેતા – કુ.મૃગનયની મહેતા – મા. અભિષેક  શાહ તેમજ મેરૂભાઈ ગોહિલ દ્રારા મા. ક્રિષ્નન્ મહેતા  ના સંગીત  નિર્દેશન હેઠળ સંગીત  સંધ્યા મા મેડલી એકોસ્ટિક વર્ઝનમા જૂના -નવા હિન્દી  -ગુજરાતી  મધુર ગીતો પ્રસ્તુત કરી સંગીત ની સુરાવલિ વાતાવરણ સંગીતમય બનાવી દિધુ હતું.

ત્યારબાદ ઉના ના પ્રબુદ્ધ  નગરજનો દ્વારા  શૈક્ષણિક  વિચાર  ગોષ્ઠી અંતર્ગત ડો. અજીતભાઈ ગોડબોલે ઉપ પ્રમુખ શિશુભારતી  એજ્યુકેશન ટ્રસ્ટ -ઉના, રેવુભાઈ જોશી વરિષ્ઠ અભિવક્તા, દેવશંકરભાઈ પુરોહિત કેળવણીકાર-સાહિત્યકાર, ડો. સુરેશભાઈ  ગોડબોલે  કેળવણીકાર-ચિંતક,શ્રી વિજયભાઈ  કામવાણી નગરશ્રેષ્ઠી, શ્રી  નાથાભાઈ  ઉનડકટ તેમજ શ્રી  રાજુભાઇ  ઉનડકટ સંગીતકાર વિચારક.તથા શિશુભારતી  એજ્યુકેશન ટ્રસ્ટ  ના આદ્ય સ્થાપક આ.શ્રી  બાબુભાઈ કોટેચા ના પુત્રી સુશ્રી પલ્લવી બહેન કોટેચા ભૂતપૂર્વ  વિદ્યાર્થિની વગેરે એ વિચાર મંથનમાં વર્તમાન અને ભવિષ્ય ની શિક્ષણ પ્રણાલી નૂતન દિશા -દશા અભિગમ વિદ્યાર્થી અને અભિભાવક ની જવાબદારી રૂઆબદારી વિશે વિશેષ અને વિસ્તૃત ચર્ચા કરી.

જૂન ૨૦૧૮ થી આરંભ થનારી શ્રી નટુભાઈ. ટી.મહેતા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ઊં. ૠ.થી ધોરણ ૫ વિશે માહિતી અને વિશેષતા દર્શાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.