Abtak Media Google News

રાજકુમાર કોલેજ પરિસરમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તેનું ખૂબજ અને‚ મહત્વ છે. આજરોજ ખાસ કરીને નાગપાંચમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ફૂલ, અગરબતી, દુધ નાગદેવતાને અપર્ણ કરે છે. મનહરભાઈ પરમાર નામના એક ભાવિકે જણાવ્યુંં હતુ કે, તેમની હર એક માનેલી મનોકામના અહી પૂર્ણ થાય છે. અને તેમણે વધુમાં જણાવ્યુંં હતુ કે, તેમણે તો આ મંદિરે હાજરાહજુર નાગદેવતાના નદર્શન કર્યા છે. આ મંદિર વર્ષો જૂનુ છે. જેને કાલસર્પયોગ હોય તો ખાસ આજે નાગદેવતાની પુજા નાગપાંચમના રોજ કરે છે. અને ચાંદી અને ત્રાંબાના નાગ-નાગણીની જોડી શિવજીને અર્પણ કરે છે. અને જયોતિશશાસ્ત્ર મુજબ વિધી કરવામાં આવે છે. આજરોજ રાહુ અને કેતુ ગ્રહોની દશા દૂર કરવા આ દિવસે પૂજન વિધી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.