Abtak Media Google News

૧૭૫૦ ગૌમાતાના દિવ્ય સાનિઘ્યમાં તા. ૧૪ થી ૧૭ સાતમ, આઠમ, નોમ, દશમ રાસ, ફિલ્મી ગીતો, દેશભકિત ગીતો સહીતનો રસથાળ: આયોજકો એ ‘અબતક’ દ્વારા પાઠવ્યું આમંત્રણ

શ્રીજી ગૌશાળા (ન્યારા) રાજકોટ આ વર્ષમાં શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ, દશમસહીત ચારેય દિવસના સળંગ જન્માષ્ટમી રંગારંગ કાર્યક્રમોની વણઝાર લઇને આવી છે અને સૌ ગૌપ્રેમીઓને ગૌશાળાએ પધારવા તેમજ માહિતગાર કરવા ગૌશાળાના આયોજકોએ ‘અબતક’ની મુલાકાતે આવીને વિગતો આપી હતી.

તા.૧૪ની સાંજે શહેરના પ્રસિઘ્ધ કરાઓકે ગ્રુપ ઓમ ઓરકેસ્ટ્રાના કલાકારો દ્વારા જુની ફિલ્મોના યાદગાર ગીતોનો ખજાનો રજુ કરશે. તથા તા.૧પ ની જન્માષ્ટમીની સાંજે પ્રસિઘ્ધ ડલ.જે. ગ્રુપ પંકજ વાગડીયાના કાઠીયાવાડી તાલે રાસની રમઝટ ઉપરાંત ગોરધનભાઇ રાજપરાના નૃત્યવૃંદના બહેનો દ્વારા કૃષ્ણ ભકિતના પદો દ્વારા માખણ ચોરી, મટકીફોડ, કૃષ્ણ જન્મ અને નંદઉત્સવ જેવી લીલાઓનું નૃત્ય દર્શન, તા. ૧૬ ની સાંજે ૫.૩૦ વાગ્યાથી રેખાબેન શશીભાઇ ગઢીયા અને મહીલાઓના કરઓકે ગ્રુપ દ્વારા જુની ફિલ્મોના મધુરા ગીતોની બરખા, તા.૧૭ની સાંજે શહેરના પ્રસિઘ્ધ કરાઓકે ગ્રુપના કલાકારો નરેન્દ્રભાઇ ઝીબા અને સાથી કલાકારોના સથવારે દેશ ભકિત સહિત યાદગાર ગીતોની વણઝાર રજુ કરશે.

આ ચારેય દિવસની શ્રાવણી તહેવારોની ઉજવણી માટે વિશાળ ગૌસંકુલ શ્રીજી ગૌશાળા માં રોજ કરાશે. તેમજ આ પ્રસંગે ગૌ પ્રેમી પરિવારો માટે ગરમા ગરમ મસાલા ચા-કોફી નીચુસ્કી વિવિધ ફરાળી વાનગીઓનો રસથાળ તેમજ ગૌદૂધની બનેલી છાશની પીરસવામાં આવશે. સંસ્થાની આ ઉત્સવ ઉજવણીમાં શહેરના ગૌ પ્રેમી મહાનુભાવો સર્વ બીપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન) દિનુભાઇ પંજવાણી (કેલીબર શીંગ) ગીરધરભાઇ દોંગા (બાથટચ-મેટોડા) નરેન્દ્રભાઇ ગંગદેવ (જાગનાથ મારબલ) વિજયભાઇ કોટક (જવેરી) અનીલભાઇ ગણાત્રા, રમેશભાઇ ઠકકર, સુખાભાઇ કોરડીયા (જુનાગઢ) ગોપાલભાઇ બગડાઇ, નાથાઇ રાયચુરા તથા દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્ટેટ) એ સહયોગ આપ્યો છે. ગૌ સેવા કરવા પ્રેરણા કરવા માટે આ ઉજવણીમાં જોડાવવા માટે આમંત્રણ આપવા ‘અબતક’ના આંગણે ૈઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહીતી માટે પ્રભુદાસભાઇ તન્ના મો. ૯૮૨૫૪ ૧૮૯૦૦ તથા રમેશભાઇ ઠકકરનો મો. નં. ૯૯૦૯૯ ૭૧૧૧૬ પર સંપર્ક કરવા ગૌસેવકો દ્વારા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.