Abtak Media Google News

શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ, વૃક્ષ ધરાશાયી: અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેશન તંત્ર સતર્ક

વાયુ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ થાય તેવી પ્રબળ સંભાવના જણાતા ગઈકાલે મહાપાલિકા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા 7900 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ભાજપના નગરસેવકોએ અલગ અલગ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનનો હવાલો સંભાળી લીધો છે. બીજી તરફ કોંગ્રેસે પણ વાવાઝોડાના પગલે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. આજે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને વીજળી પણ ગુલ થવા પામી હતી. વૃક્ષો પણ ધરાશાયી થયા હતા આવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સાબદુ થઈ ગયું છે.

કોર્પોરેશન દ્વારા બે દિવસથી સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શહેરના ત્રણેય ઝોનમાં 18 વોર્ડમાંથી 7900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં 2498 પુરુષો, 2420 મહિલાઓ અને 2922 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. તેઓને હાલ શાળા, આંગણવાડી, કોમ્યુનિટી હોલ અને રેન બસેરામાં આસરો આપવામાં આવ્યો છે. જેમાં રહેવા-જમવા, પાણી તથા સેનીટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અગલ સંસ્થાઓ દ્વારા 80 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. શહેરમાં 19 સ્થળો પરથી ભયગ્રસ્ત 30 જેટલા વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે. અલગ અલગ આવાસ યોજનાની બાંધકામ સાઈટ પરથી અંદાજે 1160 શ્રમજીવીઓને સલામત સ્થળે ખસેડાયા છે જયારે રસ્તા પર રહેતા 590 બેઘરોને પણ રેનબસેરામાં આસરો આપવામાં આવ્યો છે. વિવિધ સ્થળે ભયજનક જણાતા 102 ફલેકસ અને 53 જેટલા અલગ અલગ સ્ટ્રકચર દૂર કરવામાં આવ્યા છે.

Nagar-Sevaks-Took-Charge-Of-Control-Room-Rajkot-Shifted-7900-People-To-Safe-Place
nagar-sevaks-took-charge-of-control-room-rajkot-shifted-7900-people-to-safe-place

રૂડામાં સમાવિષ્ટ વિસ્તારમાંથી ન્યારી નદી કાંઠે આવેલા વિવિધ ગામોમાંથી 564 લોકોનું અને આજી નદી કાંઠે આવેલા વિસ્તારોમાંથી 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારથી શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર પટેલ ક્ધયા છાત્રાલય નજીક આજે સવારે ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ જવા પામ્યું હતું. જે તાત્કાલીક ધોરણે હટાવી દેવામાં આવ્યું હતું.

Nagar-Sevaks-Took-Charge-Of-Control-Room-Rajkot-Shifted-7900-People-To-Safe-Place
nagar-sevaks-took-charge-of-control-room-rajkot-shifted-7900-people-to-safe-place
Nagar-Sevaks-Took-Charge-Of-Control-Room-Rajkot-Shifted-7900-People-To-Safe-Place
nagar-sevaks-took-charge-of-control-room-rajkot-shifted-7900-people-to-safe-place

વાયુ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ વરતાવાની હોય ગઈકાલે મેયર તથા શહેર ભાજપ પ્રમુખે એવો આદેશ આપ્યો હતો કે, મહાપાલિકાના ભાજપના એક પણ કોર્પોરેટરોએ બે દિવસ શહેર કે પોતાનો વિસ્તાર છોડવો નહીં જેના પગલે આજે સવારથી તમામ નગરસેવકો પોતાના વિસ્તારોમાં ફેરણી કરી રહ્યાં છે જે નગર સેવકોને કંટ્રોલરૂમ કે ફાયર સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે તેઓ રાતભર ત્યાં જ રહ્યાં હતા અને આજે સવારથી ફરી કંટ્રોલરૂમ ખાતે પહોંચી ગયા છે અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.