Abtak Media Google News

‘અબતક’ ની મુલાકાતમાં આયોજકોનું  કાર્યક્રમની રૂપરેખા સાથે સંગીત પ્રેમીઓને સુર સફર માણવા ‘ઇજન’

રાજકોટની સંસ્કૃતિ સંગીત પ્રેમી જનતાની જાણીતી સંસ્થા સ્વર સંગમ દ્વારા મીની હેમુ ગઢવી નાટક હોલમાં આવતીકાલે 4 માર્ચ શનિવાર રાત્રે 9.30 કલાકે સુરસફર ગાને નયે પુરાને સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું છેર્.ૃ‘અબતક’ ની મુલાકાતમાં આયોજકો અશોકભાઇ ચંદ્રાવાડીયા, કિશોરસિંહ જેઠવા, અજય રાજદેવ, પીયુષભાઇ જોશી અને પલ્લવીબેન વસાવડા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે ‘સ્વર સંગમ’ સંગીત સંસ્થા પ્રસ્તુત કરાઓકે ટ્રેક શો ‘ગાને નયે પુરાને’, હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે તા. 4-3 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે યોજાશે. આ કાર્યક્રમ ફકત આમંત્રિત મહેમાનો માટે વિના મૂલ્યે યોજાશે. જેમકે સંગીત પ્રેમી જનતા માટે 1947 (પ0ના દશકા) થી મીલેનીયમ  સુધીનાં અવનવા ગીતો પ્રતિભાશાળી ગાયકો, અશોક ચંદ્રાવાડીયા, અજયરાજ દવે, પીયુષ જોશી, કૃપા પુરોહિત, પલ્લવી વસાવડા, સંગીતા જોષી દ્વારા કારાઓકે ટ્રેક પર જુજ સ્ટેજ પર ગવાતા ગીતો રજુ કરવામાં આવશે.કાર્યક્રૅમમાં ઉદધાટક તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ તથા મેયર ડો. પ્રદિપ ડવ ઉ5સ્થિત રહેશે.

મુખ્ય મહેમાન તરીકે અર્જુનભાઇ ખાટરીયા (સહકારી અગ્રણી), પાર્થરાજસિંહ ગોહિલ (ડીસીપી ક્રાઇમ બ્રાંચ), કીરીટભાઇ ગણાત્રા (અકિલા) સુનીલભાઇ શાહ (સ્માઇલ ગ્રુપ), કમલભાઇ ધામી (રાજ બેંક) દેવેનભાઇ ધામી, જયેશભાઇ ઉપાઘ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગુણવંતભાઇ ડેલાવાળા (સરગમ કલબ), ડો. સુધીર શાહ, ડો. શિલુ સાહેબ, કનુભાઇ કાલાવાડીયા (ફિસ્કા રબ્બર્સ)  ઘુસાભાઇ (ઓમ મારબલ), પ્રવિણભાઇ ભેડા (સિઘ્ધાર્થ બિલ્ડર્સ) એચ.પી. પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા સ્વર સંગમ તથા સુર સફર ઇવેન્ટસના અજય (રાજ) દવે તથા કિશોરસિંહ જેઠવા, અશોકભાઇ ચંદ્રવાડીયા તથા પિયુષ જોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.