Abtak Media Google News

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સાંસદ રમેશભાઇ ધડુકે ‘અબતક’નું રસપૂર્વક વાંચન સાથે કરી સરાહના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે અબજો રૂપિયાના વિકાસકામો માટે રાજકોટ પધાર્યા હતા. દરમિયાન ‘અબતક’ દૈનિક દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ અંગે કરવામાં આવેલા કવરેજથી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તથા સાંસદે ‘અબતક’નું રસપૂર્વક વાંચન કરીને સરાહના કરી હતી. આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં સામેલ થવા માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક બપોરે જ રાજકોટ આવી પહોંચ્યા હતા.

તેઓએ સૌરાષ્ટ્રના લોકપ્રિય એવા ‘અબતક’ સાંધ્ય દૈનિકનું રસપૂર્વક વાંચન કર્યું હતું. સાથોસાથ પીએમની ગુજરાત મુલાકાત અંતર્ગત કરવામાં આવેલા કવરેજની સરાહના કરી હતી. તેઓએ વાતચિતમાં જણાવ્યું હતું કે લોકપ્રિય વડાપ્રધાનને આવકારવા માટે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતામાં સ્વયંભૂ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપીને પીએમએ સૌરાષ્ટ્રના વિકાસને ઊંચી ઉડાન આપી છે. ઉદ્યોગકારોને અનેકાવિધ ફાયદા થશે.સૌની યોજના અંતર્ગત તેઓએ ઘર-ઘર સુધીમાં નર્મદાના નીર પહોંચાડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.