Abtak Media Google News

એક પમ્પ દ્વારા પમ્પિંગ: કલાકમાં ૧૦ હજાર ઘનમીટર પાણી છોડવાની ક્ષમતા બપોર સુધીમાં નર્મદા નીરે ૭ કિ.મી.નું અંતર કાપ્યું: રાજકોટવાસીઓ રાજી રાજી

રાજકોટની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા માટે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરી છલકાવી દેવાના કામનું આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.તે પૂર્વે આજે વાંકાનેર નજીક આવેલ મચ્છુ-૧ ડેમ ખાતેી આજી ડેમ તરફ નર્મદાના પાણી છોડવા માટે પાઈપલાઈન ટેસ્ટીંગની કામગીરી શ‚ કરવામાં આવી છે. બપોર સુધીમાં નર્મદાના નીરે ૬ કિ.મી.નું અંતર કાપી લીધું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.Dsc 0076

Advertisement

સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને નર્મદાના નીરી છલકાવી દેવા રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત ‚ા.૩૮૦ કરોડના ખર્ચે મચ્છુ-૧ ડેમી આજી-૧ ડેમ સુધી પાઈપ લાઈન બિછાવી રાજકોટવાસીઓને અતિ પ્રિય એવા આજી-૧ ડેમને નર્મદાના નીરી ઓવરફલો કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ અંગત રસ લઈ આ કામ યુધ્ધના ધોરણે માત્ર છ માસમાં પૂર્ણ કરાવી દીધું છે. આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજી ડેમ ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે અને આજી ખાતે નર્મદાના નીરના વધામણા કરવામાં આવશે.Dsc 0084 1

આ પૂર્વે આજે સવારે ૭:૧૦ કલાકે પુજા-અર્ચના બાદ મચ્છુ-૧ ડેમ ખાતે પાઈપ લાઈન ટેસ્ટીંગનો આરંભ કરવામાં આવ્યો હતો. ટેસ્ટીંગની કામગીરી આગામી ૨ દિવસ સુધી ચાલશે ત્યારબાદ મચ્છુ-૧ ડેમી નર્મદાના પાણી પાઈપ લાઈન મારફત આજી ડેમ નજીક આવેલા ત્રંબાની નદીમાં છોડવામાં આવશે અને આ પાણી ત્યાંી આજી-૧ ડેમમાં પહોંચશે.

૨૯મી જૂનના રોજ જયારે વડાપ્રધાન આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરતા હશે ત્યારે ૨૯ ફૂટની ઉંહાઈ ધરાવતો આજી ડેમ અડધો ભરેલો હશે. ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. સામાન્ય લાઈન લીકેજને બાદ કરતા કોઈ મોટી અડચણ આવી ની. બપોર સુધીમાં નર્મદાના પાણી મચ્છુ-૧ ડેમી આજી ડેમ સુધીના ૩૧ કિ.મી.ના અંતર પૈકીનું પાંચ કિ.મી.નું અંતર કાપી ચુકયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.