Abtak Media Google News

જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવ નિયુકત પ્રમુખ રસિલાબેનની ટીમ ‘અબતક’ના આંગણે

વડાપ્રધાન મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યાં તેમના આગમનનુે વધાવી લેવા જિલ્લાની ૩૦ હજાર બહેનો સજ્જ હોવાનું રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના નવનિયુકત પ્રમુખ રસિલાબેન સોજીત્રા અને મહામંત્રી આશાબેન ત્રિવેદી તેમજ સીમાબેન જોશી, હંસાબેન દાવડા, સુનેરાબેન ઘાંચી તથા જીજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, માસ પ્રથમ કાર્ય તો તુરંત જિલ્લા અને મંડળોના મહિલા મોરચાની કારોબારી અને હોદેદારોની નિમણુક અને રચના કરવાની રહેશે. જેમાં જિલ્લા, તાલુકા શહેરના સૌ કાર્યકરોને હોદેદારોને સાથે રાખી ચર્ચા-વિચારણા કરી જિલ્લાના સનિષ્ઠ, કાર્યશીલ ઉત્સાહી મહિલા કાર્યકરોની તુરત નિમણુક કરવામાં આવશે.

કેન્દ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મહેતા, જેન્તીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયેશભાઈ રાદડીયા, પ્રવિણભાઈ માકડીયા, બાવનજીભાઈ મેતલીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુબેન કોરાટ, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારીયા અને જિલ્લા તાલુકાના હોદેદારો, કાર્યકરોએ આ નિમણુકને આવકારી અભિનંદન પાઠવેલ છે. આ તકે મહામંત્રી આશાબેન ત્રિવેદીએ પોતાની નિમણુક બદલ પ્રદેશ અને જિલ્લાના હોદેદારોએ પોતાના પર મુકેલા વિશ્ર્વાસને નિષ્ઠાપૂર્વક ભાજપના કાર્યને આગળ વધારવા કાર્ય કરશે એમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.