Abtak Media Google News
  • ફરસાણ, નમકીન, પાપડ જેવી વિવિધ 120 વધુ આઇટમો પર ઉદ્ઘાટનના અવસરે ગ્રાહકોને મળશે 25% ડિસ્કાઉન્ટ

રાજકોટના ગોંડલ  રોડ પર  વડાલિયા કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ 2023માં શરૂ કર્યા બાદ માત્ર 9 મહિનાના ટૂંકા સમયમાં વડાલીયા ફુડ્સ દ્વારા પોતાનો 26મો અને વાંકાનેરનો પ્રથમ રીટેલ આઉટલેટ લોન્ચ કરવા જઈ રહી છે.

Advertisement

વાંકાનેરની ખમીરવંતી પ્રજાને વડાલીયા ફુડ્સ દ્વારા પુલ દરવાજા પરના નગરપાલિકા કોમ્પ્લેક્સમાં વડાલીયા ફુડ્સના નવા રિટેલ ઓઉટલેટનો આવતીકાલે શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.

હાલ વેકેશનનાં સમયમાં ફરવા જતા ઘર જેવું નમકીન લય જવા માટેના તમારા બધા માટે એકજ સ્થળેથી બધી પ્રોડક્ટ્સ મેળવવા તમામ માનવંતા ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડકટ પર 25% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત વડાલીયા કંપની દ્વારા કરવામાં આવી છે.આ અંગે વધુ વિગતો આપતા વડાલીયા ફુડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલીયાએ જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવની  ઘડી છે કે માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં અમે 26મોં રીટેલ આઉટલેટ શરૂ કર્યો છે. વાંકાનેરમાં આ પ્રથમ રિટેલ આઉટલેટ સફળતાપૂર્વક આજથી શરૂ કરવામાં આવ્યોં છે. આ ઉપરાંત અમદાવાદના પોશ વિસ્તારમાં ત્રણ આઉટલેટ,ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ તેમજ આણંદ અને જુનાગઢ નાં સ્થળો પર કંપની દ્વારા પોતાના એક્સક્લુઝિવ  આઉટલેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે.

વાંકાનેરનાં હાર્દ સમાં પુલ દરવાજા પર વેજીટેબલ માર્કેટ સામે શરૂ કરવામાં આવેલા કંપની આઉટલેટ વિષે વિશેષ માહિતી આપતા કંપનીના ડિરેક્ટર મિત ભાઈ વડાલીયા તેમજ કંપનીના સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું  આ તમામ પ્રોડક્ટ ગોંડલ સ્થિત કંપની આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. અહીં કંપની દ્વારા વિવિધ આઈટેમોના 400 ગ્રામના 100% ફૂડ ગ્રેડ ક્ધટેનર પેકીંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત 200 ગ્રામના નવા પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે.ફ્રેંચાઈઝી હેડ દીપકભાઈ ગરચરનાં જણાવવા મુજબ બાંને ભાવે ફાવે અને એકદમ કિફાયતી ભાવ અને ટેસ્ટ સાથે અમો વાંકાનેરની જનતા માટે આ વડાલીયા ફુડ્સ ની વિશાળ રેન્જ એકજ સ્થળ પર મળી રહે એટલા માટે અમો ફ્રેંચાઈઝી વાંકાનેર શહેરમાં શરૂ કરી છે. આજ ના દિવસે વાંકાનેરની સ્વાદ પ્રીય જનતાને માટે અમો આ રિટેલ કંપની આઉટલેટનું લોન્ચીંગ કરી રહ્યા છીએ  ત્યારે કંપની તરફથી વાંકાનેરની સ્વાદપ્રેમી જનતાને ઉદ્ઘાટન પ્રસંગે પધારવા અમારૂં નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.