Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની 50મી વર્ષગાંઠ નિમિતે રવિવારથી ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડિયાએક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકા તરીકે તા.19/11/1973ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 50-મી વર્ષગાંઠ નિમિતે તા.19-મી નવેમ્બરથી તા.21-મી નવેમ્બર દરમ્યાન ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની 50મી વર્ષગાંઠ નિમિતે નીચે મુજબના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રવિવારે ફાયરબ્રિગેડ વિભાગની ક્ષમતા, સુસજ્જતા દર્શાવતી જનજાગૃતિ રેલી (કાલાવડ રોડ ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે), ઇન્દિરા ગાંધીની પ્રતિમા પુષ્પાંજલી, મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પુષ્પાંજલી, વિધાનસભા વિસ્તાર વાઈઝ “હેલ્થ અને વેલનેસ” સેન્ટર શુભારંભ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વિકેન્દ્રિત તથા વ્યાપક બનાવવા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા શહેરમાં 23 આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 2 (બે) એવી રીતે કુલ 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. જે શહેરના આરોગ્યને લગતી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વપુર્ણ પગલું છે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો ઉદેશ્ય આરોગ્યની દ્રષ્ટીએ જોખમી તેમજ સંવેદનશીલ વસ્તી અને સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરી જાહેર આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારી વધુ સુદ્રઢ કરવાનો છે. જેમાં લોકોને અનુકુળ રહે તેવા સમયે (સવારે 9:00 થી 1:00 તથા સાંજે 5:00 થી 9:00 સુધી ) દર્દીઓને મુશ્કેલીઓ ઘટાડવા સારવાર તેમજ સંભાળ માટેનો સમય ઘટાડવા અને સતત સંભાળ અને સારવાર કરવા સમુદાયની નજીક નિષ્ણાંત સેવાઓ અને પોલીક્લીનીક્સની પહોંચ વધારવાનો છે. આ ઉપરાંત વિસ્તારની સામાજિક સંસ્થાઓ તથા સમૂહોનું આરોગ્ય વિષયક સેવાઓમાં સંકલન વધારવાનું ઉદેશ્ય છે. જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં 1 એમબીબીએસ ડોક્ટર, 1 સ્ટાફ નર્સ, 1 એમપીએચડબલ્યૂ તથા 2 સહાયક સ્ટાફ કાર્યાન્વિત રહેશે. નિ:શુલ્ક ઓ.પી.ડી. સેવાઓ આવશ્યક દવાઓ સાથે સમય સવારે 9:00 થી 1:00 તથા સાંજે 5:00 થી 9:00 સુધી તેમજ માતૃ સ્વાસ્થ્યને લગતી સેવાઓ જેવી કે પુર્વ પ્રસુતિ તપાસ તથા પુર્વ પ્રસુતિ રસીકરણ, આવશ્યક દવાઓ તથા પોષણ સહાય અપાશે.

આરોગ્ય મેળાઓ તથા વિવિધ પ્રચાર પ્રસારની પ્રવૃતિઓ વગેરે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવશે. જેમના દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓનો વ્યાપ વધારવા અને જીવનધોરણ સુધારવાની એક ઉત્તમ પ્રયાસ છે.સોમવારે ટેલેન્ટ હન્ટ એકેડેમીના બાળકોને પસંદગીપત્ર એનાયત, કિટ વિતરણ તથા બસ પાસ રજીસ્ટ્રેશન કેમ્પ(શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ) ખાતે યોજાશે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે 30,000 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે. પરંતુ તેઓની આર્થિક મર્યાદાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે વૈશ્વિક કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે.આ તમામ રમતગમત સુવિધાઓ ખાતે વિવિધ સ્પોર્ટસ એકેડમી ચાલી રહી છે. જેમાં શહેરના નામાંકિત કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિધાર્થીઓ પૈકી પોટેન્શિયલ ધરાવતા વિધાર્થીઓનું સીલેકશન કરી,એકેડમીના કોચીસ દ્વારા તેઓએ તાલીમ આપવામાં આવે તો ખુબજ સારા ખેલાડીઓ તૈયાર થઇ શકે તેમ છે.આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજકોટનું રાજ્ય, દેશ તથા વૈશ્ર્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તે સંભવ બનશે.સબબ ઉકત વિગતે  રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટસ વિભાગ દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ 2023 ઘડવામાં આવેલ છે.

ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું પ્રથમ શાળા કક્ષાએ તથા ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટસ વિભાગ દ્વારા બેટરી ટેસ્ટ દ્વારા સીલેકશન, નિયત ટેસ્ટ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવેલ. આ સીલેકશન પ્રક્રિયાને અંતે કુલ પ્રત્યેક રમતમાં અંડર 10 કેટેગરીના 20 બાળકો તથા અંડર 14 કેટેગરીના 20 બાળકો મળીને કુલ 40 બાળકો એમ મળીને 08 રમતમાં કુલ 320 બાળકો સીલેકટ કરવામાં આવેલ છે.

તમામ બાળકોને ફાઇનલ સીલેકશનમાં પસંદ થયેલ ખેલાડીઓની તાલીમ 03 વર્ષ માટે આપવામાં આવશે. આ તાલીમ એસોશિયેશનના કોચીસ દ્વારા આપવામાં આવશે. તાલીમ  દૈનિક સવારે/સાંજે 02 કલાક આપવામાં આવશે. રવિવારે વીકલી ઓફ રહેશે., ડ્રેસ, સ્પોર્ટસ ઇકવીપમેન્ટ , ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન માટે પાસ (ખેલાડી તથા 01 વાલીને) મંગળવારે મહાસફાઈ ઝુંબેશ ત્રણેય ઝોનમાં, સઘન વૃક્ષારોપણ (ન્યારી ડેમ સાઈટ) તેમજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત(50મી વર્ષગાંઠ નિમિતે 50 કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કરવામાં આવશે.)આ લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમ લગત વોર્ડ વિસ્તારમાં કરવામાં આવશે.

આમ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 50મી વર્ષગાંઠ નિમિતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહુર્તના વિકાસ કામો ઉપરાંત વિવિધ કાર્યક્રમો જેવા કે, સાંસ્કૃતિક કાર્યક્રમ, જનજાગૃતિ રેલી, સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણ, વિધાનસભા વાઈઝ હેલ્થ અને વેલનેસ સેન્ટરનો શુભારંભ વગેરેનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો મારફત શહેરની પ્રાથમિક સુવિધામાં વધારો થશે, વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ મારફત પ્રદૂષણ અને ગંદકીમાં ઘટાડો થશે,  હેલ્થ અને વેલનેસ સેન્ટર મારફત લોકોની આરોગ્યલક્ષી સેવામાં વધારો થશે અને મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચનું  લાઈવ પ્રસારણ થવાથી લોકોને મનોરંજન મળી રહેશે.

પ્રથમ તબક્કામાં ચાર સ્થળોએ હેલ્થ અને વેલનેસ સેન્ટરનો શુભારંભ

વિધાનસભા-68 ન્યુ સાગર સોસાયટી, બજરંગ કૃપા, ન્યુ સાગર સોસાયટી – 05, કોઠારિયા રોડ, મારુતિનંદ (વોર્ડ નં.16), વિધાનસભા-69  લક્ષ્મીનગર, લક્ષ્મીનગર મેઈન રોડ, શેરી નં.6(એ) ના ખૂણા પાસે, આત્મન ડેન્ટલ કલીનીકની બાજુમાં (વોર્ડ નં. 08), વિધાનસભા-70 નવલનગર 03, વાછરાદાદાના મંદિરની બાજુમાં, નિધિ ક્લિનિકની બાજુમાં, નવલનગર (વોર્ડ નં.13), વિધાનસભા-71 વાવડી ગામ, શેરી નં. 03, વોર્ડ ઓફીસવાળી શેરી, વાવડી (વોર્ડ નં.12)

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.