Abtak Media Google News

નણંદોયાને હોસ્પિટલના કામ માટે જેતપુરથી ધક્કા ન ખાવા પડે તે માટે મફતમાં ઘર રહેવા આપ્યું તું

રાજકોટમાં રહેતા મહિલાએ જેતપુર ખાતે રહેતા નણંદોયાને જેતપુરથી હોસ્પિટલના ખમ માટે ધક્કા ન ખાવા પડે તે માટે તેમને થોડા સમય પહેલા તેણીનું મકાન મફતમાં રહેવા માટે આપ્યું હતું પરંતુ નણંદોયાએ તે મકાન પચાવી પાડતા તેમને ભકિતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નણંદોયા સામે લેન્ડ ગ્રેબિગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Advertisement

આ અંગે જલારામ ૩માં કેવલમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વિબેન જયેશભાઈ રાઠોડે પોતાની ફરિયાદમાં તેના નણંદોયા કિશોર રતિલાલ મારુનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,તેમને કોઠારીયા રોડ પર મારૂતીનગર શેરી નંબર-૪માં તેણે દેરાણી મુક્તિબેન મયુર રાઠોડ સાથે મળી ૨૦૧૩માં પ્લોટ ખરીદ કર્યો હતો. ૨૦૧૬માં આ પ્લોટ ઉપર બે મકાનોનું બાંધકામ કર્યું હતું . તેના સગા નણંદ પ્રફુલાબેન કિશોરભાઈ મારૂ, ભાણેજ મીત અને પીયલ જેતપુર રહેતા હતાં.પરંતુ ૨૦૧૮ની સાલમાં મીતને આંચકી ઉપડતા તેની સારવાર માટે રાજકોટ આવ્યા હતાં. જેથી તેમને મારૂતીનગર શેરી નંબર-૪માં આવેલુ મકાન સબંધના દાવે રહેવા આવ્યું હતું.

મીતની સારવાર પુરી થઈ ગયા બાદ તેના પગ બરાબર કામ કરતા ન ટી હોવાથી ડોકટરે કસરત કરવાની ન સલાહ આપી હતી. આ સ્થિતિમાં જેતપુરથી અવરજવરમાં તકલીફ પડે તેમ હોવાથી મીતને સારૂ થઈ જાય ન ત્યાં સુધી તેના મારૂતીનગર શેરી નંબર-૪માં આવેલા મકાનમાં રહેવાનુ નક્કી કર્યું હતું .તેના સંતાનો કાલાવડ રોડ પરની આત્મીય સ્કુલમાં અભ્યાસ કરતા હતાં.

જુના ઘરેથી ત્યાં જવામાં અગવડ પડતી હોવાથી ૨૦૧૮માં કેવલમ એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદ કર્યો હતો. પાછળથી નણંદોયાનો પરીવાર તેના મારૂતીનગ૨-૪માં આવેલા મકાનમાં રહેતો હતો. ની ત્યારબાદ પૈસાની જરૂર પડતા તે મકાન વેચવાનું નક્કી કર્યું હતું. જેથી અવારનવાર નણદોયા કિશોરને મકાન ખાલી કરવાનું કહેતા હતાં. પરંતુ તે મકાન ખાલી કરતો ન હતો. ૨૦૨૦ની સાલમાં તેણે ધાકધમકી આપી હતી. એટલું જ નહીં મકાન ખાલી કરવાનો ઈન્કાર કરતા કંટાળીને લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી. જેના આધારે લેન્ડ ગ્રેબીંગ કમીટીએ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. પરીણામે ભક્તીનગર પોલીસે આજે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.